• Gujarati News
  • સાધક હનુમાનની જામીન માટે અરજી

સાધક હનુમાનની જામીન માટે અરજી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત દુષ્કર્મના આરોપનો સામનો કરી રહેલાં નારાયણની સાથે પોલીસે સાધક હનુમાનની પણ ધરપકડ કરી હતી. હાલ જેલ કસ્ટડી ભોગવી રહેલાં આરોપી હનુમાને પણ જામીન માટે અરજી કરી હતી આ અરજી પર સુનાવણી આગામી પહેલી મેના રોજ હાથ ધરાનાર છે. જહાંગીરપુરા પોલીસ મથકમાં નારાયણ સામે તા. ૬-૧૦-૨૦૧૩ના રોજ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં નારાયણની સાથે હનુમાનની પણ ધરપકડ કરાઈ હતી. આ કેસમાં ચાર્જશીટ રજૂ કરી દેવાતા હવે હનુમાન ઉર્ફે કૌશલ ઠાકુરે પણ એડવોકટે કલ્પેશ દેસાઈ મારફત જામીન અરજી રજૂ કરી છે.