• Gujarati News
  • લિંબાયતમાંથી સગીરાનું અપહરણ થયાની આશંકા

લિંબાયતમાંથી સગીરાનું અપહરણ થયાની આશંકા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ. સુરત
લીંબાયત ખાતે રહેતી સગીરાનુ એક અજાણ્યો ઈસમ અપહરણ કરી ગયો હોવાની ફરીયાદ લીંબાયત પોલીસ મથકમાં નોંધાઈ છે. સગીરાના પિતાએ કરેલી ફરીયાદના આધારે લીંબાયત પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર લીંબાયત ખાતે રહેતી સગીરા ગત તા. ૨પમી એપ્રિલે પોતાના ઘરેથી બહાર ગઈ હતી.
મોડે સુધી પરત ન ફરતા તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી પરંતુ ભારે શોધખોળ બાદ પણ કોઈ ભાળ ન મળતા કોઈ અજાણ્યા ઈસમે તેનું અપહરણ કર્યુ હોવાની પરિવારને આશંકા ગઈ હતી. સગીરાના પિતા એ લીંબાયત પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા લીંબાયત પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.