• Gujarati News
  • (( પ્રજ્ઞેશ ભટ્ટ)) કાળઝાળ ગરમી વચ્ચે ઓછું વોટિંગ થવાની રાજકીય પાર્ટી‍ઓને આશંકારાજકીય પાર્ટી‍ઓ સવ

(( પ્રજ્ઞેશ ભટ્ટ)) કાળઝાળ ગરમી વચ્ચે ઓછું વોટિંગ થવાની રાજકીય પાર્ટી‍ઓને આશંકારાજકીય પાર્ટી‍ઓ સવારે સાતથી દસ વાગ્યા દરમિયાન લોકોને મતદાન કેન્દ્રો પર લઇ જવાની રાજકીય પક્ષોને ચીંતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ.સુરત
સુરત શહેરની રાજકીય પાર્ટી‍ઓ સવારે સાતથી દસ વાગ્યા દરમિયાન લોકો મતદાન કરે તે માટે પ્રયત્નશીલ છે. હાલ સુરત શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતના તાપમાનનો પારો ૪૦ ડિગ્રી પર છે, ત્યારે ગરમી વધે તે અગાઉ સવારે સાતથી દસ વાગ્યા દરમિયાન મતદારોને ઘરોમાંથી બહાર નીકાળવા માટેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યુ છે, ભાજપ અને કોંગ્રેસે તેના નિયત વિસ્તારોમાં વોટ‌ર્સને ઘરમાંથી બહાર નીકાળવા કાર્યકરોની ફોજ તૈનાત કરી દીધી છે. પ્રથમ વખત ગરમીને કારણે રાજકીય પાર્ટી‍ઓ પરેશાન છે. આ વખતે ઓછું વોટિંગ થવાની દહેશત રાજકીય પાર્ટી‍ઓમાં પ્રવર્તી‍ રહી છે. મતદાનના દિવસે એટલે કે ૩૦ એપ્રિલે હવામાન વિભાગે ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર રહેવાની શકયતા વ્યક્ત કરી છે. ગરમીનો પારો સવારના દસ વાગ્યાથી ૩પ ડિગ્રીને પાર રહેવાની આગાહી વ્યકત થઈ છે. આમ મતદારોએ સવારના દસ થી સાંજના ચાર વાગ્યા સુધી કાળઝાળ ગરમીમાં વોટિંગ કરવા તૈયારી રાખવી પડશે.