• Gujarati News
  • ભેસ્તાન અને કોસાડના એસએમસી આવાસમાંથી ૧૩ જુગારી ઝડપાયા

ભેસ્તાન અને કોસાડના એસએમસી આવાસમાંથી ૧૩ જુગારી ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ. સુરત
ભેસ્તાન અને કોસાડના એસએમસી આવાસમાં ચાલતા ત્રણ જુગારધામ પર પોલીસે છાપા મારી ૧૩ જુગારીઓને ઝડપી પાડયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રૂ. પ૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ડિંડોલી પોલીસને ભેસ્તાન એસએમસી આવાસમાં જુગાર ધમધમતો હોવાની બાતમી મળી હતી જેના આધારે ડિંડોલી પોલીસે છાપો મારી લગ્નના મંડપમાં જુગાર રમતા ૬ જુગારીઓની ધરપકડ કરી હતી. પોલીસે ઝડપાયેલા તમામ પાસેથી દાવ પરના રૂ. ૭૭૭૦ અંગજડતીના રૂ.૯૯૦૦ તથા રૂ. ૧૦,પ૦૦ ની કિંમતના ૭ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૨૮,૧૭૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે શેખ નિશાદ શેખ સત્તાર, સમીર બાબુ શેખ, મહેબુબઅલી મહમદઅલી સૈયદ, હુસેનમીયા ગુલામમીયા, ફિરોઝ જેનોદિન શેખ અને રમજાન યુનુસ શેખની જુગારધારા હેઠળ ધરપકડ કરી હતી
એ જ પ્રમાણે અમરોલી પોલીસને કોસાડ આવાસમાં જુગારધામ ધમધમતા હોવાની બાતમી મળતા અમરોલી પોલીસે કોસાડ આવાસની બિલ્ડીંગ નં. ૭૨ અને૧૩૧માં ચાલતા બે જુગારધામો પર છાપા મારી ૭ જુગારીઓને ઝડપી પાડયા હતા. પોલીસે જુગારધામ ચલાવનાર શબ્બીરબેગ સરદારબેગ મીરઝા સહીત સાત જુગારીઓની ધરપકડ કરી તેઓ પાસેથી અંગજડતીના અને દાવ પરના રોકડા રૂ. ૨૬,૦૨૦ તેમજ રૂ. ૩,૨૦૦ની કિંમતના ચાર મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૨૯,૨૨૦ નો મુદ્દામાલ કબ્જે
કર્યો હતો.