• Gujarati News
  • રિઝલ્ટ લેવા ગયેલા મોરા ગામના બે બાળકોના ૃચ્ ’અપહરણની આશંકા

રિઝલ્ટ લેવા ગયેલા મોરા ગામના બે બાળકોના ૃચ્/’અપહરણની આશંકા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
હજીરા રોડના મોરા ગામમાં રહેતા બે સગા ભાઈઓ ઘરેથી રિઝલ્ટ લેવા નીકળ્યા બાદ શાળાએ પહોંચ્યા જ ન હતા. મોડીરાત સુધી પરત ઘરે ન આવતાં પરિવારને શંકા છે કે કોઈએ તેમનું અપહરણ કરી લીધું છે. ઇચ્છાપોર પોલીસે અપહરણનો ગુનો નોંધી બાળકોની શોધખોળ શરૂ કરી છે.
મોરા નજીક તપોવન ચિલ્ડ્રન સ્કૂલના ધોરણ-૪માં અભ્યાસ કરતો સોનું લવકુશ વર્મા((૧૩)) અને ધોરણ-૧માં અભ્યાસ કરતો તેનો નાનો ભાઈ મોનુ ((૮)) શુક્રવારે સવારે ઘરથી પ૦૦ મીટર દૂર આવેલી શાળામાં રિઝલ્ટ લેવા ગયા હતા. સાંજ સુધી તેઓ ઘરે પરત ન આવતાં તેના મોટા ભાઈ વિકાસ શર્માએ શાળાએ તપાસ કરી હતી. શાળા સંચાલકો પાસેથી જાણવા મળ્યું કે, સોનું અને મોનું શાળાએ રિઝલ્ટ લેવા આવ્યા જ નથી, રિઝલ્ટ સ્કૂલમાં જ પડયું છે. વિકાસ શર્માએ તરત જ ઇચ્છાપોર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તેમને શંકા છે કે, આ બંને ભાઈઓનું કોઈએ અપહરણ કર્યું છે. પોલીસે અજાણ્યા ઇસમ સામે અપહરણનો ગુનો નોંધ્યો છે. બે દિવસ બાદ એટલે રવિવાર સાંજ સુધી પણ કોઈ પત્તો લાગ્યો નથી.