• Gujarati News
  • બાબા રામદેવે દલિતોની માફી માગી

બાબા રામદેવે દલિતોની માફી માગી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: રાહુલ ગાંધીને લઈ બાબા રામદેવે કરેલી ટિપ્પણીએ હાલ વિવાદ જગાવ્યો છે. દલિતોની ઝૂંપડીમાં જઈ રાતવાસો કરવાના રાહુલ ગાંધીના અભિગમને માત્ર પ્રચારનો તુક્કો ગણાવી તેઓ દેખાડો કરવા જતા હોવાનું કહી અપમાનજનક શબ્દોનો તેમણે પ્રયોગ કર્યો હતો. આ મામલે બાબા રામદેવ સામે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે ત્યારે કોંગ્રેસના વિરોધને ગેરમાર્ગે દોરનારું કહી બાબા રામદેવે તેમના શબ્દોનો ખોટો અર્થ કાઢયો હોવાનું કહ્યું છે. જોકે તેમ છતાં તેમના શબ્દપ્રયોગથી દલિત સમાજની લાગણી દુભાઈ હોય તો ખેદ વ્યકત કર્યો હતો.