ન્યૂઝ ઈન બોક્સ ‡

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંઇએ મનોવૈજ્ઞાનિકની તપાસ શરૂ કરી
નવી દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ શરૂ થવાને હવે થોડો જ સમય બાકી રહી ગયો છે ત્યારે સ્પો‌ર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ((સાંઇ))એ ખેલાડીઓને માનસિક આરામ મળી રહે તે માટે માનસિક ટ્રેનરની તપાસ શરૂ કરી છે. આ અંગે સાંઇના મહાનિર્દેશક જિજિ થોમસને જણાવ્યું હતું કે સાંઇએ ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને ઇંચિયોનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે મનોવૈજ્ઞાનિક શોધવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંગે તેણે વધુમાં જણાવ્યું હતું કે અમે આ બંને ગેમ્સ માટે દેશના ખેલાડીઓને માનસિક ટ્રેનરની સેવાઓ મળી રહે તે માટે મનોવૈજ્ઞાનિક શોધી રહ્યા છીએ. અમને આશા છે કે માનસિક ટ્રેનરની સેવા મળવાથી ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરશે.