• Gujarati News
  • જાપાની મહિ‌લાનાં લાંબા આયુષ્યનું રહસ્ય ભોજનમાં

જાપાની મહિ‌લાનાં લાંબા આયુષ્યનું રહસ્ય ભોજનમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાપાની મહિ‌લાનાં લાંબા આયુષ્યનું રહસ્ય ભોજનમાં
ટોકિયો : જાપાની મહિ‌લાઓ સરેરાશ ૮૪. ૪ વર્ષનું આયુષ્ય ધરાવે છે. આયુષ્યની આ સરેરાશ વિશ્વમાં સૌથી વધુ છે. તેમના લાંબા આયુષ્યનું રહસ્ય તેમના ખોરાકમાં રહેલું છે. તાજેતરમાં થયેલા સંશોધન મુજબ જાપાની ભોજન ઓછી કેલરીવાળું હોય છે. તેને અનેક ભાગમાં પિરસવામાં આવે છે. ભોજનમાં ગ્રીન ટી ,કાચી માછલી અને શાકભાજી જ વધુ હોય છે. તેના કારણે શરીરમાં પોષક દ્રવ્ય વધુ જાય છે. કોલોસ્ટ્રેલ સ્તર નીચું રહે છે. ચરબી પણ જમા નથી થતી.