• Gujarati News
  • સીબીએસઇ કરાવશે ઇનોવેટિવ એક્ટિવિટિઝ

સીબીએસઇ કરાવશે ઇનોવેટિવ એક્ટિવિટિઝ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર : સુરત
સીબીએસઇ સંસ્થા પેટા સાથે મળીને સ્ટૂડન્ટ્સને જીવ-જંતુઓ માટે કામ કરવા પ્રેરિત કરશે. જલ્દી આ માટે નવો કો‌ર્‌ર્સ શરૂ કરવામાં આવશે. સ્ટૂડન્ટ્સ હવે જીવ-જંતુઓની વિલુ થતી જતી પ્રજાતિયોનાં સંરક્ષણ માટે સ્ટડી કરશે. આ સ્ટડીમાં તેમને થિયોરિટિકલ નોલેજ આપવા ક્લાસરૂમ સ્ટડી અને પ્રેક્ટિકલ નોલેજ માટે ઇનોવેટિવ એક્ટિવિટિઝ કરાવાશે. આ માટે સેન્ટ્રલ બો‌ર્ડ‌ ઓફ સેકન્ડરી એજ્યૂકેશન ((સીબીએસઇ)) જીવ-જંતુઓ માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા પેટા સાથે મળી નવો કો‌ર્સ શરૂ કરવા જઇ રહ્યું છે. બધી સીબીએસઇ સ્કૂલ્સમાં આ કો‌ર્સ સંવેદનશીલ નાગરિકના નામથી સંચાલિત કરવામાં આવશે.