• Gujarati News
  • હીરાના કારખાનામાંથી ~ ૯૧૦૦૦ના હીરાની ચોરી કરી ભાગતાં બે ઝડપાયા

હીરાના કારખાનામાંથી ~ ૯૧૦૦૦ના હીરાની ચોરી કરી ભાગતાં બે ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વરાછા
વરાછાના કોહીનુર રોડના એક હીરાના કારખાનામાં બપોરના સુમારે બે ચોર ઈસમોએ દરવાજાની ગ્રીલનું તાળું તોડી અંદર પ્રવેશી જઈ ટેબલના ખાનામાંથી ૯ કેરેટ હીરા કિંમત રૂપિયા ૯૦ હજાર તેમજ કલર સ્ટોન ૩૪ કેરેટ મળી ૯૧ હજારની ચોરી કરતા હતા ત્યારે વરાછા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.