• Gujarati News
  • લેન્ડ માર્ક દુઘ્ર્‍ાટનાનાં ચાર દિવસ પછી પણ બિલ્ડર આર્કિટેકટ સામે ગુનો નહીં

લેન્ડ માર્ક દુઘ્ર્‍ાટનાનાં ચાર દિવસ પછી પણ બિલ્ડર-આર્કિટેકટ સામે ગુનો નહીં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
લેન્ડ માર્ક હાઈરાઈઝ માર્કેટમા લાગેલી ભીષણ આગમાં એક કામદારના મોત અને ૨૨ લોકો ઈજાગ્રસ્ત થવાના તથા ૨૦૦થી વધુ લોકોની જાહેર જીવન જોખમાય તેવા બનાવમાં પુણા પોલીસ તપાસમાં દાખવેલી ઢીલી નીતીને લીધે શંકાકુશંકા ઉદ્દભવી રહી છે. એક તરફ ફાયરબ્રિગેડે વેન્ટિલેશનના અભાવ તેમજ એનઓસી નહીં હોવાનુ પ્રાથમિક તારણ જણાવ્યુ છે તેમ છતાં જવાબદારોને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યાંનું ચિત્ર ઉપસી રહ્યું છે.
સારોલી રોડ પરના લેન્ડ માર્કમાં ગત ૨૩મી તારીખે સાંજના સુમારે આગની દૂઘ્ર્‍ાટનામાં પાંચ જેટલી દૂકાનો ખાખ થઈ ગઈ હતી. વાયરિંગ, સ્ટ્રકચરને નુકશાન પહોંચ્યું હતું ૨ કરોડ જેટલુ નુકશાનનો અંદાજ કઢાયો છે. આ ઘટનામાં ગંભીરતા એ છે કે એક કામદારનુ મરણ થયું હતું અને ૨૨ જેટલા વ્યક્તિઓને જાન પર આવી જતા ભાગદોડમાં ઈજાઓ પહોંચવા પામી હતી. ૨૦૦ જેટલા વ્યક્તિઓ ફસાયા હતા અને તેઓને ગુંગળામણ અનુભવાઈ હતી ફાયરબ્રિગેડે હાઈડ્રોલિક પ્લેટફોમથી અને બચાવ કામગીરીથી ૧૩૮ વ્યક્તિઓને બહાર કાઢયા હતા તો ઘણાખરા ત્વરિત બહાર નીકળી જતા બચી ગયા હતાં.
આ હોનારતમાં જોકે તેમ છતાં ચાર દિવસ થયા છે અને પુણા પોલીસ હજી વેપારીઓના નિવેદનો લઈ રહી છે. આગને લીધે જાહેર જીંદગી જોખમાય તેવા આ બનાવની ગંભીરતા પોલીસને જણાતી નહીં હોવાનુ સમાજના બુદ્ધીજીવી લોકોને જણાય રહ્યું છે. લેન્ડ માર્કના સંચાલકોએ ૩ વર્ષથી ફાયરનુ એનઓસી લીધુ નથી અને તેને લીધે સૂચક નોટિશ પણ રજીસ્ટ‌ર્ડ‌ એડીથી ફાયરબ્રિગેડે ફટકારી હતી. વેન્ટીલેશનના અભાવને લીધે ધૂમાડાથી ઘણા લોકો ગુંગળાયા હતા તેવો ફાયરબ્રિગેડનુ પ્રાથમિક તારણ છે છતાં પુણા પોલીસ જવાબદાર બિલ્ડર, આકિટેક સહીતના જવાબદારો સામે ગુનો નોંધાવાને બદલે તપાસમાં ઢીલાસ
દાખવી રહી છે.