• Gujarati News
  • અડાજણમાં જૈન દેરાસરના ગેટ મુદ્દે ૨૬ની ધરપકડ

અડાજણમાં જૈન દેરાસરના ગેટ મુદ્દે ૨૬ની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
શુક્રવારે મોડીરાત્રે રાંદેર રૂષભ ચાર રસ્તા ખાતે જૈન દેરાસર અને કલ્પના સોસાયટીનાં રહીશો વચ્ચે ફરી એકવાર બબાલ થતાં બન્ને જુથો વચ્ચે પથ્થરમારો થયો હતો. સ્થળ પર પહોચેલી પોલીસે હજારોના ટોળાંને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી ૨૬ લોકોની ધરપકડ કરી હતી. પોલીસ કાર્યવાહીના મુદ્દે શનિવારે જૈન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. વહેલી સવારે જૈન ભગવંતો અને જૈન સમાજનાં આગેવાનોએ એક મિટીંગનું આયોજન અડાજણ ઇશીતા પાર્ક ખાતે કર્યુ હતું. બેઠકમાં અનેક જૈન આચાર્યો અને જૈન સમાજના આગેવાનો જોડાયા હતાં. અને આ ઘટના અંગે જૈન સમાજના લોકોએ મીટીંગમાં પોલીસની કથિત દમનગીરી અને લાઠીચાર્જ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસે એકતરફી કાર્યવાહી કરી હોવાનાં
આક્ષેપ સમાજના અગ્રણીઓએ કર્યા હતાં. સોમવારે પોલીસ કમિશ્નર સમક્ષ આ અંગે વિરોધ વ્યક્ત કરતું આવેદનપત્ર પાઠવવા પણ બેઠકમાં નિર્ણય લેવાયો છે.
ગુજરાતના જૈન આગેવાનોને સુરત પહોચવાનાં મેસેજ થયા
શુક્રવારની ઘટના બાદ સમગ્ર ગુજરાતના જૈન લોકોને સુરત આવવા માટેના મેસેજ વોટ્સએપ પર ફરતાં થઇ ગયા હતાં. ખાસ જૈન લોકોનાં પવિત્ર યાત્રાધામ પાલીતાણા ખાતે ફરતાં થયેલા આ મેસેજથી ત્યાં પણ ભારે ચર્ચા થવા પામી હતી.