• Gujarati News
  • ક્રેડિટ કા‌ર્ડ‌ના નંબર જાણી ૃચ્ ’~ ૭ હજારની ઠગાઈ

ક્રેડિટ કા‌ર્ડ‌ના નંબર જાણી ૃચ્/’~ ૭ હજારની ઠગાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
અઠવા ઝોન ઓફિસની પાછળના ભાગે રહેતા એક યુવાનને ઓન લાઇન શોપિંગના નામ જેવી જ બોગસ વેબસાઇટના નામવાળા ઇ-મેઇલ એડ્રેસથી એક ફ્રોડ મેઇલ કરી ક્રેડિટ કા‌ર્ડ‌ની વિગતો જાણે લેવાઈ હતી. જેના આધારે ઠગે મુંબઈ અને દિલ્હીની ઓનલાઇન વેબસાઇટ પરથી રૂ. ૭,૨પ૦ની ખરીદી કરી ઠગાઈ કરી હતી.
ઉમરા પોલીસના જણાવ્યા અનુસાર, ધિરેન અલિકભાઈ કાપડિયા ((રહે. રત્નદીપ એપા‌ર્ટમેન્ટ, અઠવા ઝોનની પાછળ))એ એક અજાણ્યા ઇસમ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તા. ૧૨મી ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ તેમને એક ઇ-મેઇલ મળ્યો હતો. આ ઇ-મેઇલ ઓનલાઇન શોપિંગ વેબસાઇટ ઇબેના નામ જેવી જ ઇબે ડોટ ઇનના નામથી આવ્યો હતો. જેમાં લખાયું હતું કે, તમે જે ઓ‌ર્ડ‌ર કર્યો છે તે ઓ‌ર્ડ‌ર ફ્રોડ છે અને તમારા બેંક એકાઉન્ટની વિગતો પણ તમે ખોટી આપી છે. એટલે તમે સાચી વિગતો આપો. ધિરેને જે સાચી વિગતો હતી તે આપી દેતાં ઠગે એરટેલ બીલડેસ્ક મુંબઈ અને દિલ્હીની મોબીક્વિક નામની વેબસાઇટ પરથી ધિરેનના ક્રેડિટ કા‌ર્ડ‌ની વિગતો આધારે ઓનલાઇન શોપિંક કરી લીધી હતી. બનાવ અંગે ધિરેને ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં આવા બનાવો વારંવાર બની રહ્યાં છે પરંતુ લોકો લાલચમાં આવીને પોતાના કા‌ર્ડ‌ની ડિટેઇલ આપી રહ્યાં છે.