• Gujarati News
  • મુખ્ય ન્યાયાધીશનો કાર્યકાળ?

મુખ્ય ન્યાયાધીશનો કાર્યકાળ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાધીશ પી.સદાશિવમના એ સૂચન પર વિચાર કરવો જોઈએ કે ભારતના મુખ્ય ન્યાયાધીશની કાર્યકાળની એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરેલી હોવી જોઈએ. વર્તમાન વ્યવસ્થામાં કેટલાક એવા ન્યાયાધીશ પણ રહ્યા છે, જેમનો કાર્યકાળ માત્ર કેટલાક દિવસોનો જ રહ્યો છે. આજે નિવૃત્ત થઈ રહેલા જસ્ટિસ સદાશિવમે ખુદ પોતાનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, તેઓ પોતે અનેક કામ કરવા માગતા હતા, પરંતુ ૯ મહિ‌નાના ટૂંકા કાર્યકાળમાં તેઓ આમ કરી શક્યા નહીં. ન્યાયાધીશ સદાશિવમની એ સલાહથી અનેક લોકો અસહમત હશે કે સર્વોચ્ચ ન્યાયપાલિકામાં જજોની નિમણૂક માટે કોલેજિયમ જ સર્વશ્રેષ્ઠ છે. સંસદના વિચારાધીન ખરડામાં આ નિમણૂકો માટે એક રાષ્ટ્રીય કમિશન બનાવવાની જોગવાઈ છે, જેની સામે જસ્ટિસ સદાશિવમે અસહમતી વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં એ વિચારવાનો મુદ્દો છે કે અત્યારે સૌથી વરિષ્ઠ જે જજ હોય તેના મુખ્ય ન્યાયાધીશ બનવાની જોગવાઈ છે. આવી સ્થિતિમાં નક્કી કરવામાં આવેલા કાર્યકાળની જોગવાઈ કેટલી તર્કસંગત હશે? તેનાથી ન્યાયવ્યવસ્થામાં સુધારણા કે અભિનવ પહેલની કેટલી આશા રાખી શકાય? જોકે, જસ્ટિસ સદાશિવમ પોતાનો એક મિશ્ર વારસો છોડીને જઈ રહ્યા છે. મૃત્યુદંડના કિસ્સામાં તેમના દ્વારા આપવામાં આવેલી વ્યવસ્થા દૂરોગામી મહત્ત્વની છે, જેનાથી ભારતીય ન્યાયવ્યવસ્થાને ઉદાર અને માનવીય સ્વરૂપ આપવામાં મદદ મળશે. તેમના નેતૃત્વમાં આપવામાં આવેલા ચુકાદાઓથી હવે એ જોગવાઈ અસ્તિત્વમાં આવી છે કે દયાની અરજીની સુનાવણીમાં મોડું થવું કે સજા પ્રાપ્તની ખરાબ માનસિક અવસ્થા ફાંસીની સજાને જનમટીપમાં બદલવાનો આધાર હશે. વોટિંગ મશીનમાં ઉપરોક્તમાંથી કોઈ નહીં ((નોટા))નો વિકલ્પ આપવાનો તેમનો ચુકાદો પણ મહત્ત્વનું યોગદાન રહ્યું છે.