• Gujarati News
  • દૃઢ મનોબળને કોઈ ડગાવી શકે નહીં

દૃઢ મનોબળને કોઈ ડગાવી શકે નહીં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તબ્યા નામના શહેરમાં બે વેપારી ભાઈ હતા, મહાકાલ અને ચુલકાલ. એક વખત વેપાર સંબંધમાં યાત્રા દરમિયાન તેમને ભગવાન બુદ્ધનું પ્રવચન સાંભળળ્યું અને બંને તેમના સંઘમાં જોડાઈ ગયા. જોકે ચુલકાલનો ઇરાદો સંઘમાંથી બહાર આવવાનો અને પોતાના ભાઈને પણ બહાર લાવવાનો હતો. મહાકાલે ટૂંક સમયમાં જ અરિહંતની સ્થિતિ પ્રાપ્ત કરી લીધી. એક વખત બુદ્ધનો સંઘ સેતબ્યા શહેરની નજીક જંગલમાં રોકાયો. અહીં ચુલકાલની પૂર્વ પત્નીએ સમગ્ર સંઘને ભોજન માટે આમંત્રણ આપ્યું. અહીં પૂર્વ પત્નીએ ચુલકાલને સંન્યાસ ત્યાગવા રાજી કરી લીધો. બીજા દિવસે મહાકાલની પૂર્વ પત્નીએ સંઘને આમંત્રણ આપ્યું. ભોજન બાદ મહાકાલની પૂર્વ પત્નીએ મહાકાલને થોડો સમય રોકાવા દેવા બુદ્ધને વિનંતી કરી. બુદ્ધના શિષ્યોએ આ બાબતે વાંધો ઉઠાવ્યો. બુદ્ધે કહ્યું કે, મહાકાલ પોતાની સાધનામાં દૃઢ અને એક ખડક જેવો છે. તેનું પોતાની ઇન્દ્રીયો પર નિયંત્રણ છે.