• Gujarati News
  • કેજરીવાલ કોમેડી નાઈટ્સ’માંૃચ્ ’

કેજરીવાલ કોમેડી નાઈટ્સ’માંૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપિલ : સર, તમે અણ્ણા સાથે રહ્યા, અભિયાન ચલાવ્યું, મુખ્ય પ્રધાન બન્યા, ટીકાઓ સહન કરી, થપ્પડ પણ ખાધી, હવે મારા શોમાં આવી ગયા, સૌથી વધુ યાદગાર શું રહ્યું ?
કેજરી : ((પોતાનો ગાલ પંપાળતા)) આમ આદમીની તાકતનો અનુભવ. અને ત્યાં સુધીમાં એક દર્શકે કેજરીવાલને વધુ એક થપ્પડ લગાવી દીધી. પડદા પાછળથી ૧૦-૧પ બાઉન્સ‌ર્સ આપ’ની ટોપીમાં આવીને દર્શને ધોવા લાગ્યા. કેજરીવાલ મારપીટથી સંતુષ્ટ થઈ ગયા તો બોલ્યા, તેમને છોડી દો, આપણે અહિંસાના પૂજારી છીએ. શો ફરી શરૂ થયો.. હવે દાદીની એન્ટ્રી થઈ.
દાદી : અરે કેજરુ, તું આટલો ભાગેડુ કેવી રીતે થઈ ગયો રે ? ક્યાંક તો રોકાઈ જા.
કેજરી : દાદી, એ અમારી ભૂલ હતી.
દાદી : ક્રાંતિકારી, ક્રાંતિકારી.
હવે પલકે શેર સંભળાવ્યો
દિલ કા ભંવર કરે પુકાર
પડી આપકો ઝન્નાટેદાર, અબકી બાર...
શો સમાપ્ત થાય તે પહેલા ખબર મળ્યા કે જે વ્યક્તિની મારપીટ થઈ હતી, તેણે હોસ્પિટલમાં જ આપ’નું સભ્યપદનું ફોર્મ ભરી દીધું છે.