• Gujarati News
  • ધોનીએ જ મતદાન ન કરતાં ચૂંટણીપંચ નારાજ

ધોનીએ જ મતદાન ન કરતાં ચૂંટણીપંચ નારાજ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી. નવી દિલ્હી
ચૂંટણીપંચ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના મતદાન નહીં કરવાના કારણે નિરાશ છે. મહેન્દ્રસિંહ ધોની છેલ્લાં ચાર વર્ષથી ચૂંટણીપંચનો બ્રાન્ડ એમ્બેસેડર છે. જોકે મતદાન કરવા મામલે ધોનીનો રેકો‌ર્ડ‌ ખૂબ જ ખરાબ રહ્યો છે. જૂન ૨૦૧૨માં તેણે ઝારખંડની હટિયા વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદાન કર્યુ હતું.
ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીનુ કહેવું છે કે જેને મતદારોને જાગૃત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તેની પાસે આશા રાખવામાં આવે છે કે તે પોતે મતદાન જરૂર કરે. જોકે મહેન્દ્ર ધોનીએ રાંચીમાં ૧૭મી એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં મતદાન નહીં કરતા ચૂંટણીપંચ નિરાશ થયું છે. અધિકારીએ જણાવ્યું હતું કે પાંચ વર્ષ બાદ યોજાનારા લોકતંત્રના સૌથી મોટા પર્વ માટે તેણે થોડો સમય કાઢવો જોઇતો હતો.
સૂત્રો પ્રમાણે ચૂંટણીપંચ ભવિષ્યમાં કોઇ અન્ય સ્ટારને એમ્બેસેડર બનાવશે. આ વખતે ચૂંટણીપંચ ફિલ્મસ્ટાર અમિર ખાનને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ આ પ્રસ્તાવ રોકી દેવાયો હતો.
સચિનનું સેલ્ફી વાયરલ થયું
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર મુંબઈમાં સૌથી પહેલા મત આપનાર સેલેબ્રિટી બન્યા સંજોગો વસાહત ગુરુવારે તેમનો જન્મદિન પણ હતો તેમણે મત આપ્યા પછી સોશિયલ મિડિયા સાઈટ પર પોતાની તસવીર મુકતા લખ્યું કે તેનાથી બર્થડેની શરૂઆત નથી થતી મેં મતદાન કરી દીધું છે અને તેમની આ પોસ્ટની
સાથે તેમનો સેલ્ફી ફોટો વાયરલ થઇ ગયો હતો.