• Gujarati News
  • મૃત નવજાતને છોડી જનારનાં માતા પિતા આખરે મળ્યા

મૃત નવજાતને છોડી જનારનાં માતા-પિતા આખરે મળ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
સિવિલ ખાતે એક નવજાત બાળકીને તેની માતા તરછોડીને પલાયન થઇ જતાં બાળકીનું મોત થયું હતું.પાંડેસરાનાં નાગસેન નગરમાં રહેતાં એક દંપતીને ત્યાં બાળકીનો જન્મ ખાનગી હોસ્પિટલમાં થયો હતો જ્યાં બાળકીની હાલત નાજુક જણાતાં તેનાં માતા-પિતા પપ્પી અને શંકર સાહુ તેને સિવિલમાં લઇ આવ્યાં હતાં જ્યાં બાળકીનું મોત નિપજતા સાહુ દંપતિ તેને સિવિલમાં જ તરછોડીને નાસી ગયા હતાં. આં અંગે પાંડેસરા પોલિસમાં ગુનો નોંધવામાં આવતાં શુક્રવારે પંડેસરા પોલિસે આ દંપતિને શોધી કાઢયા હતાં અને જ્યાં તેમણે પોલિસને એવું જણાવ્યું હતું કે, તેમની આર્થિ‌ક સ્થિતી સારી ન હતી અને તેઓ બાળકીનું અંતિમ સંસ્કાર પણ કરી શકવા સક્ષમ ન હતાં જેથી તોઓ બાળકીને તરછોડીને ચાલ્યા ગયા હતાં.