• Gujarati News
  • પાંડેસરાની મહીલા સાથે પાડોશી યુવાન દ્વારા દુષ્કર્મ

પાંડેસરાની મહીલા સાથે પાડોશી યુવાન દ્વારા દુષ્કર્મ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ. સુરત
પાંડેસરા ખાતે રહેતી એક મહીલાને લગ્નની લાલચ આપી પાડોશમાંજ રહેતા યુવાને અવાર નવાર દુષકર્મ આચર્યુ હોવાની ફરીયાદ નોંધાઈ છે. છેલ્લા છ માસ દરમ્યાન અવારનવાર યૌનશોષણ કર્યા બાદ યુવકે લગ્ન કરવાની ના પાળી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મહીલાએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. પાંડેસરા હાઉસીંગબો‌ર્ડ‌ ખાતે રહેતી એક મહીલાનો પાડોશમાં રહેતા સોનુ શ્રી દાદુલાલ બૈસ સાથે એક વર્ષ અગાઉ પરીચય થયો હતો માર્કેટમાં મજુરી કરતા સોનુ સાથે પરીચય બાદ બન્ને વચ્ચે પ્રેમસંબધ બધાયો હતો છ માસ અગાઉ સોનુ એ તેણીને લગ્નની લાલચ આપી તેણી સાથે શરીર સંબધ બાંધ્યા હતા. ત્યાર બાદ અવાર નવાર સોનુ એ તેણી સાથે લગ્નની લાલચ આપી શરીર સંબધ બાધ્યા હતા દરમ્યાન બુધવારે રાત્રે પણ તેણે તેણી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ જેથી તેણીએ સોનુને લગ્નની વાત કરતા સોનુ એ સાફ શબ્દોમાં લગ્નની ના પાડી દીધી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોતાની સાથે સોનુએ છેતરપીંડી કરી દુષ્કર્મ આચર્યુ હોવાની તેણીને જાણ થતા આખરે મહીલાએ સોનુ સામે પાંડેસરા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવતા પીડીતા ની ફરીયાદના આધારે પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.