• Gujarati News
  • લિંબાયતના ઉમંગ ક્લીનીકમાં શો‌ર્ટસર્કિટથી આગ

લિંબાયતના ઉમંગ ક્લીનીકમાં શો‌ર્ટસર્કિટથી આગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: લિંબાયતના નુરાની મસ્જીદ પાસે આવેલા ઉમંગ ક્લીનીક નામના બંધ દવાખાનામા આગ ભભૂકી ઉઠી હતી. આગને લીધે દવાખાનાનો તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયરબ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી જઈને આગ પર કાબુ મેળવી લીધો હતો. લિંબાયતના મીઠીખાડી નુરાની મસ્જીદ પાસે દશરતભાઈ પટેલની માલિકીનુ ઉમંગ ક્લીનીક આવ્યું છે. શુક્રવારે બપોરના ૩ વાગ્યાના સુમારે બંધ દવાખાનામાં અચાનક શો‌ર્ટસક`ટ થઈ આગ ભભૂકી ઉઠી હતી. આગમાં દવા, ફર્નિ‌ચર, વાયરિંગ સહીતનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો.