• Gujarati News
  • અશ્વિનીકુમાર રોડ પર ઘરમાંથી ૯૦ હજારના દાગીનાની ચોરી

અશ્વિનીકુમાર રોડ પર ઘરમાંથી ૯૦ હજારના દાગીનાની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામ: અશ્વિનીકુમાર રોડ પર સૂર્યનગર સોસાયટીમાં રહેતા એક રત્નકલાકારના ઘરમાંથી રૂપિયા ૯૦,૭૦૦ની મતાનાં સોનાનાં ઘરેણાં ચોરાઈ ગયાં હતાં. આ ઘટનામાં બપોરના સુમારે રત્નકલાકારના ભાઈનો મિત્ર ઘરે આવ્યો હોઈ તેણે ચોરી કરી હોવાની શક્યતા દર્શાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વરાછા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ એ.કે.રોડના ધરમનગર પાસેની સૂર્યનગર સોસાયટી ખાતે રહેતા અંકુશ કપીલભાઈ પાંડેના ઘરમાં ગત તારીખ ૨૨ એપ્રિલના રોજ બપોરના સુમારે કોઈ ચોર ઈસમ ખુલ્લા દરવાજેથી પ્રવેશી જઈને ઘરમાંથી સોનાની ચેઇન, મંગળસુત્ર, બુટ્ટી, વીંટી, ચાંદીના પાયલ, ચાંદીનું કમરબંધ, હાથની ચાંદીની કડી મળી કુલે રૂપિયા ૯૦,૭૦૦ની મતા ચોરી કરી લઈ ગયો હતો. ચોરીની જાણ થતા અંકુશ પાંડેએ વરાછા પોલીસ મથકે ફરિયાદ કરતા પીએસઆઈ જી.એચ.સોનવાણેએ તપાસ હાથ ધરી હતી. વરાછા પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી અંકુશે તેના ભાઈના મિત્ર વિકાશ રમેશભાઈ લાખાણી ((રહે-મોટા વરાછા)) પર શંકા વ્યક્ત કરી હતી. વિકાશ અગાઉ અંકુશના ઘરે જ રહેતો હતો. દરમિયાન ઘટનાના દિવસે પણ અંકુશના મકાનમાં ભાડૂઆતને ત્યાં સૂવા માટે આવ્યો હોઈ તેને પોલીસે શકદાર તરીકે પુછપરછ માટે લઈ ગઈ હતી.