• Gujarati News
  • રાજમોહન ગાંધીની સિંધી સમાજ સાથે બેઠક

રાજમોહન ગાંધીની સિંધી સમાજ સાથે બેઠક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રચારઅર્થે અમદાવાદ આવેલા રાજામોહન ગાંધી સાથે અમદાવાદના સિંધી સમાજે કુબેરનગર ખાતે એક બેઠક કરી હતી. સિંધી સમાજના આગેવાન અને રંગકર્મ મંડળના ઓનરરી પ્રમુખ જગદીશ શેહદાદપુરીએ જણાવ્યું છે કે અમદાવાદ પૂર્વમાં સિંધી સમાજના સવા લાખ જેટલા મતદારો છે. સિંધી સેન્ટ્રલ પંચાયત, કુબેરનગર કરિયાણા એસો. અને ચાંદી માર્કેટ એસો. તથા અન્ય સિંધી આગેવાનો દ્વારા આમ આદમી પાર્ટીને સમજવાના હેતુથી આ બેઠક રાખવામાં આવી હતી.