• Gujarati News
  • પિતા પણ બાળકોનો કુદરતી વાલી: કો‌ર્ટ

પિતા પણ બાળકોનો કુદરતી વાલી: કો‌ર્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ગોપીપુરા ખાતે રહેતી અરજદાર માતાએ પોતાના ત્રણ સંતાનોનો કબજો મેળવવા માટે કો‌ર્ટમાં અરજી કરી હતી જે અરજી કો‌ર્ટે નામંજૂર કરી હતી. આ કેસમાં કો‌ર્ટે પોતાના હુકમમાં ટાંકયુ હતુ કે પિતા પણ કુદરતી વાલી છે.
કેસની વિગત એવી છે કે ગોપીપુરા સ્થિત બિસ્મિલ્લાહ એપા‌ર્ટમેન્ટમાં રહેતાં અરજદાર શમીમબાનુંના લગ્ન તા. ૧૧-૧-૯૬ના રોજ ભાવનગરના રહેવાસી આબીદ ઢોલીયા સાથે થયા હતા. લગ્નજીવનમાં દંપતિને ત્રણ સંતાનો પુત્ર શોએબ ((ઉં.વ.૧૩)), પુત્રી આઇઝા ((ઉં.વ. ૧૧)) અને પુત્રી સના ((ઉં.વ.૯)) થયા હતા. જો કે, પતિ-પત્ની વચ્ચે કેટલીક બાબતોએ ઝઘડો થતાં અને અરજદારના આરોપ મુજબ પતિની કુટેવ અને મારઝુડ બાદ તા. ૧૦-૩-૧૪ના રોજ ધક્કો મારી ત્રણ વખત તલાક ઉચ્ચારેલું.
આ કેસમાં અરજદાર શમીમે પોતાના ત્રણેય સંતાનોનો કબજો મેળવવા માટે કો‌ર્ટમાં અરજી કરી હતી જે અરજી કો‌ર્ટે નકારી હતી અને હુકમમાં ટાંકયુ હતુ કે પિતા પણ કુદરતી વાલી છે અને બાળકોની ઇચ્છા વિરુધ્ધ પોતાની પાસે
રાખ્યા નથી.