• Gujarati News
  • લગ્નના દિવસે ક્ન્યાએ આપી પરીક્ષા

લગ્નના દિવસે ક્ન્યાએ આપી પરીક્ષા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત લગ્નના દિવસે જ એક યુવતીએ એમ.કોમની પરીક્ષા આપી હતી અને ત્યારબાદ લગ્ન માટે ગઇ હતી જો કે, લગ્નના ટેન્શન વચ્ચે પણ આ યુવતીએ આપેલ પરીક્ષા એકદમ સારી ગઇ હતી. શહેરમાં હાલ લગ્નસરાની મૌસમ ચાલી રહી છે. જેમાં ભાવીની લાકડાવાલા નામની એક યુવતીનાં ગુરૂવારે લગ્ન હતાં પણ તેની સાથે તેણે એમ.કોમ એક્સ‌ર્ટનલની પરીક્ષા પણ આપી હતી. સવારે એસપીબી કોલેજ ખાતે તેણે ફાઇનાન્સ એન્ડ મેનેજમેન્ટની એકઝામ આપીને તે બપોરે ઘરે ગ્રહશાંતિ માટેની પુજામાં શામેલ થવા ગઇ હતી. અને સાંજે તે લગ્નનાં મંડપે પહોચી હતી. તેના ઘરમાં લગ્નની વિવિધ વિધીઓ ૨૦ તારીખે શરૂ થઇ હતી જ્યારે તેની પરીક્ષાઓ ૧૯ તારીખે શરૂ થઇ ગઇ હતી.