• Gujarati News
  • છેતરપિંડી: લક્ઝરી બસમાં કેફી પદાર્થ પીવડાવી કે ખવડાવીને લૂંટ કરવાના વધી રહેલા કિસ્સા સામે પોલીસ

છેતરપિંડી: લક્ઝરી બસમાં કેફી પદાર્થ પીવડાવી કે ખવડાવીને લૂંટ કરવાના વધી રહેલા કિસ્સા સામે પોલીસ લાચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. કામરેજ/વરાછા
રાજકોટથી લકઝરીમાં બેસી સુરત આવવા માટે નીકળેલા યુવાનને બાજુમાં સૂતેલા ઈસમે લીંબડી પાસે ઠંડા પીણામાં કેફી પ્રદાર્થ પીવડાવી બેભાન કરી યુવાનને પહેરેલી સોનાની ચેઇન, લગડી, ત્રણ વીંટી તથા સેમસંગ કંપનીનો મોબાઇલ અને પાકીટમાં રોકડા ૨૦૦૦ મળી કુલે ૧,૯૩,૦૦૦ની ચોરી કરી લક્ઝરીમાંથી ઊતરી ગયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિ‌તી અનુસાર રાજકોટ ૧ માવાણીનગર ચંદ્રેશ નગર મેઈન રોડ બંગલોઝ શોપિંગ સેન્ટર પાસે રહેતા અને ((હાલ રહે. કૈલાસનગર મકાન નં ૧૨, વરાછા ચોપાટી)) પાસે દિશાંતભાઈ પોપટભાઈ પટેલ ((ઉઘાડ)) જેઓ બાંધકામનો વ્યવસાય કરે છે.
ગત ૧૬મી એપ્રિલના રોજ રાજકોટ વતનમાં લગ્ન પ્રસંગ હોવાથી ગયા હતા. ત્યાંથી પર સુરત આવવા ૨૧મી એપ્રિલના રોજ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીથી ઈગલ ટ્રાવેલ્સની બસ ((જીજે-૩વાય-૯પ૬૭))માં કલબના સોફા પર ટિકિટ લઈને સૂતા હતા. એ જ સોફા પર બસના ડ્રાઈવરે બીજા ઈસમને પણ સીટ આપી હતી. દિશાંતભાઈ તથા બાજુમાં બેઠેલા ઈસમ એક જ કેબિન હોવાથી ઓળખાણ કાઢતા બિપીનભાઈ નામ જણાવ્યું હતું. બોરિંગનો વ્યવસાય હોવાનું જણાવ્યું હતું. રાત્રિના આશરે ૨.૦૦ વાગ્યે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે નંદનવન હોટલમાં બસના સ્ટોપ પર દિશાંતભાઈ તથા બિપીનભાઈ ટોઈલેટ જવા માટે ઉતર્યા હતા. બિપીનભાઈ ઠંડાપીણાની બોટલ લઈ બાથરૂમ તરફ ગયા હતા અને પરત આવી દિશાંતભાઈને કહ્યું હતું કે તમારા માટે ઠંડા પીણાની બોટલ લીધી છે.
જોકે દિશાંતભાઈએ ના કહેવા છતાં બિપીનભાઈ ઠંડાપીણા તથા વેફરનું પેકેટ મુકી ગયા હતાં. દરમ્યાન દિશાંતભાઈએ વેફરનું પેકેટ તોડી ખાધી હતી અને બિપીનભાઈએ ત્યારે ઠંડાપીણાનો આગ્રહ કરીને પીવડાવ્યું હતું. ત્યાર બાદ થોડી જ વારમાં દિશાંતભાઈ બેભાન થઈ ગયા હતા અને દિશાંતભાઈને ૨૨મીના રોજ સવારે ૯.૦૦ કલાકે લસકાણા- સરથાણા વચ્ચે લકઝરી બસના ક્લીનરે ઉઠાડયા ત્યારે અર્ધબેભાન અવસ્થામાં હોવાથી દિશાંતભાઈને તેના મિત્ર હરેન્દ્ર પંચાલે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે લક્ઝરી બસમાં લોકોને છેતરતી-લૂંટતી ટોળકી સક્રીય છે. જોકે આવા કેસ આ અગાઉ પણ નોંધાઈ ચૂક્યા છે. પરંતુ હજી સુધી પોલીસ આવી ટોળકીને પકડવામાં નિષ્ફળ રહી છે. આ બાબતે લૂંટનાર ગમે ત્યાં ઊતરી પડ ેછે આથી તેના સુધી પહોચવામાં પોલીસ વામણી પૂરવાર થઈ રહી છે. જો પોલીસ ઇચ્છે તો આવા તત્ત્વોને જેર કરી શકાય છે. બસ જરૂર છે પોલીલે લાલ આંખ કરવાની. જોકે આવા લૂંટારાઓથી લોકોએ પણ સતર્ક રહેવાની આવશ્યકતા છે.