• Gujarati News
  • આજે શહેરમાં વૈશાખીની ઉજવણી કરવામાં આવશે

આજે શહેરમાં વૈશાખીની ઉજવણી કરવામાં આવશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: બિહારી અને ઉત્તરપ્રદેશના લોકોનાં પ્રસિધ્ધ તહેવાર વૈશાખીની શુક્રવારે શહેરભરમાં ભારે ઉત્સાદ સાથે ઉજવણી કરવામાં આવશે. જેને લઇ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
બિહાર અને ઉત્તપપ્રદેશના લોકોનાં પ્રસિધ્ધ તહેવાર વૈશાખીની શુક્રવારે શહેરભરમાં વસતાં તમામ યુપી બિહારનાં લોકો દ્વારા ઉજવણી કરવામાં આવશે જેને લઇ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. યુપી-બિહારમાં પ્રથમ પાકની કાપણી કરીને તેને તેમના આરાધ્યા ભગવાનને ચઢાવવામાં આવે છે. અને તે પ્રથમ પાકમાંથી લીટ્ટી ચોખા નામનો પ્રસાદ બનાવીને ખાવામાં આવે છે. સુરતમાં બિહાર વિકાસ પરીષદ દ્વારા આ દીને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.