• Gujarati News
  • ઉતરાખંડમાં માર્યા ગયેલા ૨૦ સૈનિકો માટે જ્ઞાનયજ્ઞ યોજાયો

ઉતરાખંડમાં માર્યા ગયેલા ૨૦ સૈનિકો માટે જ્ઞાનયજ્ઞ યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ઉતરાખંડ ખાતે આવેલ વિનાશક પુર આપદામાં માર્યા ગયેલ સૈનિકોનાં પરીવાર જનો માટે શિવ કથા જ્ઞાનયજ્ઞનું આયોજન ગુરૂવારથી કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે પોથી યાત્રા કાઢવામાં આવી હતી. ઉતરાખંડ ખાતે વિનાશક પુર આપદામાં હેલીકોપ્ટર ક્રેશ થવાને કારણે લેફ્ટનેન્ટ કમાન્ડર સહિ‌ત કુલ ૨૦ જવાનોના મોત થયા હતાં જેમને શ્રધ્ધાંજલી આપવા અને તેમના પરીવાર જનોને સહાયતા કરવા માટે સુરતના અડાજણ ખાતે પાંચ દિવસીય શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચ દિવસ દરમિયાન શિવ પ્રાગટય પુજન, ગરબા, શિવપુજા, ગણપતી પ્રાગટય, બાર જયોર્તિ‌લીંગ કથા અને કૃષ્ણ શિવઆરાધના જેવા કાર્યક્રમો કરવામાં આવશે અને આપદામાં માર્યા ગયેલ સૈનીકોના પરીવારજનોનું સન્નમાન પણ કરવામાં આવશે.