• Gujarati News
  • દેખાડા માટે પહોંચેલા ર્કોપોરેટરને વેપારીઓએ ખખડાવ્યા

દેખાડા માટે પહોંચેલા ર્કોપોરેટરને વેપારીઓએ ખખડાવ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘટનાસ્થળે ફાયર સ્ટાફ આગને કાબુમાં લેવા માટે કસરત કરી રહ્યો હતો. બિલ્ડિંગમાં ફસાયેલાં લોકો બહાર નીકળવા માટેની મથામણ કરી રહ્યાં હતાં. બહાર પાલિકાના અધિકારીઓ, સ્થાનિક ર્કોપોરેટ‌ર્સ અને માર્કેટના વેપારીઓ પણ ઊભા હતાં. ત્યારે માર્કેટના વેપારી અને ફોસ્ટા((ફેડેરેશન ઓફ ટેક્સટાઈલ ટ્રેડ‌ર્સ એસોસિએશન))ના સભ્ય જીતેન્દ્ર કાસોદરિયા અને સ્થાનિક ર્કોપોરેટર વી.ડી. ઝાલાવડિયા સાથે ચકમક ઝરી હતી. કાસોદરિયાએ એવી દલીલ કરી હતી કે, આધુનિક શહેર... વિકાસ....ની વાતો કરો છો પણ અહીં આગ બુઝાવવા માટે એક જ હાઈડ્રોલિક પ્લેટફોર્મ છે. જો હમણાં બીજી ઘટના બને તો શું? એટલું સાંભળતા ર્કોપોૅરેટર ઝાલાવડિયા ઉકળી ઊઠયાં હતાં. બંને વચ્ચે ખૂબ ઉગ્ર બોલાચાલી થઈ હતી.