• Gujarati News
  • @બુધવારે ચાર સ્થળે જાહેર સભા બાદ મોદી ગુરુવારે પણ વડોદરામાં સભા કરશે

@બુધવારે ચાર સ્થળે જાહેર સભા બાદ મોદી ગુરુવારે પણ વડોદરામાં સભા કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાલનપુર, હિંમતનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર
ગુજરાતની તમામ બેઠકો પર વિજય મેળવવાના મિશન-૨૬ને સિદ્ધ કરવા નરેન્દ્ર મોદીએ મતદાન માટે સાત દિવસ બાકી છે ત્યારે બુધવારથી રાજ્યમાં ચૂંટણી પ્રચારનો ઝંઝાવાતી આરંભ કર્યો અને એક જ દિવસમાં કલોલ, ડીસા, હિંમતનગર, સુરેન્દ્રનગર અને જામનગર એમ પાંચ સ્થળોએ જાહેરસભાઓ સંબોધી. તેમણે કોંગ્રેસની આકરી ટીકા કરતાં એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતની ચૂંટણીઓ બાદ કોંગ્રેસનો ખેલ ખતમ થઈ ગયો છે, દિલ્હીમાં બેઠેલી સરકારની વિદાય નિ‌શ્ચિ‌ત છે અને તેને કોઈ બચાવી શકે એમ નથી.
તેમણે ડીસાની ગરમીમાં પણ ઉમટેલી જનમેદનીનું અભિવાદન કરતાં કહ્યું કે, બેંતાલીસ ડિગ્રી ગરમીમાં, ધૂળની ડમરીઓ વચ્ચે આટલી મોટી જનમેદનીનો મિજાજ બતાવે છે કે ભાજપની આ આંધી નહીં પણ સુનામી છે અને હવે કોંગ્રેસને કોઈ બચાવી શકશે નહીં, તેનો ખેલ ખતમ થયો છે.
આ અગાઉ સવારે સુરેન્દ્રનગરમાં જવાહર ગ્રાઉન્ડ ખાતે સભામાંને સંબોધતા તેમણે સોનિયા અને રાહુલ ગાંધીની ટીકા કરતાં કહ્યું કે, પાંચ વર્ષમાં ૧૦ કરોડ બેકારોને નોકરી આપવાનું વચન આપીને પ્રજા પાસે મત પડાવી લેનાર મા-બેટાની સરકારે ૧૦ વર્ષમાં દોઢ કરોડ લોકોને જ નોકરી આપી ઠગાઈ કરી છે.