• Gujarati News
  • વિકાસ માટે માળખાકીય સગવડો અનિવાર્ય

વિકાસ માટે માળખાકીય સગવડો અનિવાર્ય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૪ની સામાન્ય ચૂંટણી એક અર્થમાં ભારતના ભાવિ માટે ઐતિહાસિક બની શકે તેમ છે. ફ્રાન્સની રાષ્ટ્રીય સંશોધન સંસ્થા ((એનઆરએસ))ના સંશોધન વડા કિસ્ટોફ જેફરલોટે ૨૦૧૪ની ચૂંટણી વિષે એક સવાલના જવાબમાં જણાવ્યું કે ભારતમાં અત્યારે રાષ્ટ્રીય પક્ષો ચૂંટણી ઝુંબેશમાં આર્થિ‌ક કે રાજકીય નીતિ કરતાં વ્યક્તિલક્ષી ચર્ચા પર વધુ ધ્યાન કેન્દ્રિ‌ત કરી રહ્યાં છે. જ્યારે ખરેખર જરૂર છે વધતી જતી આર્થિ‌ક અસમાનતા ; પર્યાવરણીય નુકસાન, ધીમો પડેલો આર્થિ‌ક વિકાસ, માળખાકીય સગવડો વધારવાની જરૂર કે સુશાસન જેવા સવાલોની: પરિણામે હકીકતો, સાધનોની અપૂર્તતા કે વિશ્વમાં આ અંગે શું બની રહ્યું છે જેવી અગત્યની બાબતોનો ક્ષણભર વિચાર કર્યા વગર પોતાના ખ્યાલોના કિલ્લાઓ બાંધવાની વાત આપણે કરી રહ્યાં છે.’ વિશ્વભરમાં મુશ્કેલ બનેલ માળખાગત સુવિધાઓના સવાલને સડક, વીજળી અને પાણી એવા ત્રણ શબ્દમાં રૂપાંતર કરી જાત-જાતનાં વચનો અપાયે જાય છે.
કોંગ્રેસ પ્રેરિત જોડાણે એના ઢંઢેરામાં લખ્યું છે કે, - અમે, આગામી એક દસકામાં, ભારતમાં ઊર્જા‍, પરિવહન અને અન્ય વિકાસ માળખા માટે ૧ ટ્રિલિયન ડોલરથી વધુનું રોકાણ કરીશું. સાદી ભાષામાં એમની સરકાર સત્તા પર આવશે તો વરસે પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચશે.’એક રીતે ભાજપ પ્રેરિત જોડાણે પોતાના ઢંઢેરામાં ભૌતિક માળખાકીય સગવડો- સર્વોત્તમ કરતા પણ સારી’ એવા મથાળા નીચે ઉત્તર-પૂર્વ અને જમ્મુ - કાશ્મીરને સરહદી અને સાગરતટના વિસ્તારોને વિશ્વકક્ષાના માર્ગ અને રેલવેથી જોડવાની વાતથી માંડી અગણિત સગવડો ઊભી કરવાનું વચન આપ્યું છે. જેમાં કદાચ વરસે પાંચ લાખ કરોડ રૂપિયા તો ખસખસ ગણી શકાય.’
કોઇ કહેતું નથી કે, આ માટેનાં નાણાં ક્યાંથી આવશે ? અલબત્ત, કોંગ્રેસ પ્રેરિત જોડાણો દસ વરસના ખર્ચની વાત કરી છે. એમાં એકલા રાષ્ટ્રીય ધોરીમાર્ર્ગ સુધારણાના ખર્ચનો તાગ કાઢીએ તો તેની પાછળ ૨૦૦પથી ૨૦૧૨ સુધીમાં ભારતે બે લાખ છત્રીસ હજાર કરોડ રૂપિયા ખચ્ર્યા છે. એટલે આની તુલનામાં સાતગણો વધુ ખર્ચ વરસે કરવો પડે !
વિશ્વ આર્થિ‌ક ફોરમ’ ((વલ્‌ર્ડ‌ ઇકોનોમિક ફોરમ))ના જણાવ્યા પ્રમાણે વિશ્વની મૂળભૂત માળખાકીય જરૂરિયાત : વાહન-વ્યવહાર, વીજળી, પાણી અને સંદેશાવ્યવહાર પાછળ દુનિયા અત્યારે વરસે ૨.૭ લાખ કરોડ ડોલર ((ટ્રિલિયન)) ખર્ચે છે, જ્યારે સાચી જરૂર વરસે ૩.૭ લાખ કરોડ ડોલર ((ટ્રિલિયન))ની છે. આ નાણાં ક્યાંથી આવશે ? ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર પલકમાં જવાબ આપશે કે પીપીપી મારફત. પણ જવાબ અધ્ર્યસત્ય છે. વલ્‌ર્ડ‌ ઇકોનોમિક ફોરમના નિષ્ણાતો કહે છે કે, આમાંના મોટાભાગના ખૂટતાં નાણાં સરકારોએ ભોગવવા પડશે, કારણ મોટાભાગની વૈિશ્વક બેંકો ૨૦ વરસથી લાંબાગાળાની લોન હવે બેઝિલ-૩’ ના નિયમ પછી આપી શકશે નહીં. આ પહેલાં બેંકો જરૂરિયાતના ૯૦ ટકા સુધી ધિરાણ કરતી હતી. બીજી તરફ પેન્શન ફંડ, સોવરેઇન વેલ્થ ફંડ, વીમાકંપનીઓ પાસે કુલ પ૦ લાખ કરોડ જેટલા પ્રાપ્ય છે, પણ એમણે પણ આવા લાંબાગાળાનાં રોકાણ માટે માત્ર ૦.૮૦ ટકા એટલે કે એક ટકાથી ઓછાં નાણાં ફાળવ્યાં છે.
એક વાત સમજવાની જરૂર છે કે, અમેરિકાની માળખાકીય સગવડો વિશ્વમાં ઉચ્ચકક્ષાની ગણાતી હોવા છતાં અમેરિકન સોસાયટી ઓફ એન્જિનિય‌ર્સે ખુદ અમેરિકાના રસ્તા, પુલ અને નદીપરના બંધને ડી’ ક્વોલિટીના ગણાવ્યા છે. આ હિ‌સાબે અમેરિકા જેવો સમૃદ્ધ દેશ પણ અત્યારે એની માળખાકીય સગવડો માટે છેલ્લાં વીસ વરસોની તુલનામાં સૌથી ઓછો ખર્ચ કરી શક્યો છે. ટૂંકમાં માત્ર ભારત જ નહીં પણ વિશ્વભરના દેશો માળખાકીય સગવડો માટેનાં નાણાં અત્યારે મેળવી કે ખર્ચી શકતા નથી. એવા સમયે ભારતના અભણ મતદારોને ૨૦૧૪ની ચૂંટણીમાં સર્વશ્રેષ્ઠ કરતાંય વધુ સારી’ વીજળી, પાણી અને સડક અંગેનો કે ૧૦૦ નવાં શહેરો ઊભાં કરવાનાં વચનો આપવાનો કોઇ અર્થ ખરો ! ગરીબ જનતાને ઉલ્લુ બનાવાઇ રહી છે. તાજેતરનો ગુજરાતના આર્થિ‌ક વિકાસ અંગેનો અભ્યાસ કહે છે કે, ભારતના ૨૦ મુખ્ય રાજ્યોમાંથી ગુજરાતનો ક્રમ પ્રતિ વ્યક્તિ સામાજિક ખર્ચમાં સૌથી નીચો છે. આનો અર્થ તો એમ જ થાય કે સામાજિક ખર્ચ એટલે, શિક્ષણ, તાલીમ, આરોગ્ય જેવી જરૂરિયાતોને બાજુએ મૂકાશે અને મોટાભાગનાં ખાનગી કે જાહેર નાણાકીય સાધનો સડક, વીજળી પાછળ ખર્ચાશે. ભારતના મૂડીવાદને આજ જોઇએ છે.
વિશ્વની માળખાકીય સગવડોની હાલતનો અનુભવ કરવા વિશ્વના સામયિકો આપણને સલાહ આપે છે કે, આ માટે ન્યૂર્યોકના લા ગાર્ડી‍યા’ હવાઇમથકે ઊતરી જુઓ. ઓફિસમાં જવાના કે છૂટવાના સમયે લંડનની ટ્રેનમાં ચડી જુઓ કે દક્ષિણ કોરિયાના લાગોસ શહેરમાં મોટર ચલાવી જુઓ કે, ભારતમાં ગમે ત્યારે ગુલ થઇ જતી વીજળીનો અનુભવ કરી જુઓ તો સમજાઇ જશે કે, માળખાકીય સગવડોની બાબતમાં વિશ્વની હાલત કેવી છે. !
સુચારું અર્થવ્યવસ્થામાં ટોલવાળા ધોરીમાર્ગ કે વીજઉત્પાદક કેન્દ્રમાં નાણાં રોકાવાની દરખાસ્ત આકર્ષણ કરનારી હોય છે પણ વિશ્વભરમાં રોકાણકારોએ અત્યારે આવી દરખાસ્તો બાબત પોતાનું મોં ફેરવી દીધું છે. કારણ ફુગાવો અને બજેટની મોટી ખાધે એમને ગભરાવી મૂક્યા છે અને આર્થિ‌ક રીતે નહીં પણ રાજકીય રીતે પણ એ જોખમભર્યું બની ગયું છે. સિવાય કે દેશના મોટા રાજનેતાઓના આશ્રિત ર્કોપોરેટગૃહો હોય !