• Gujarati News
  • મીણા ભાઈઓમાં જંગ, એક ભૂતપૂર્વ ડીજીપી અને બીજા કેન્દ્રીય મંત્રી

મીણા ભાઈઓમાં જંગ, એક ભૂતપૂર્વ ડીજીપી અને બીજા કેન્દ્રીય મંત્રી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આલોક ખંડેલવાલ. દૌસા
દૌસા સંસદીય બેઠક ભાજપ કોંગ્રેસ કરતાં વધારે મીણા સમાજ માટે આંતરિક કુરુક્ષેત્ર બની ગઈ છે. તેને બે ભાઈએ આવી બનાવી છે. એક તરફ ભાજપના ઉમેદવાર અને ભૂતપૂર્વ ડીજીપી હર‌શ્ચિંદ્ર મીણા છે જ્યારે સામે કોંગ્રેસના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી નમોનારાયણ મીણા. મીણા સમાજના મહત્તમ મત લેવાના પ્રયાસ કરે છે. આ બેઠક પર રસપ્રદ ત્રિકોણ બનાવ્યો છે રાષ્ટ્રવાદી જનતા પાર્ટીના ડો. કિરોણીલાલ મીણાએ. જનજાતિ વર્ગ માટે અનામત આ બેઠક પર સૌથી વધારે મતદારો મીણા સમાજના છે. અને તમામની નજર તેમના પર છે.
મીણા સમાજમાં ઘણા નેતા ઈચ્છે છે કે, ત્રણ ઉમેદવારોમાં મત ન વહેંચાય. તેનાથી સમાજનું નુકસાન છે. મીણા મતો પર વર્ચસ્વની આ લડાઈમાં ત્રણેય ઉમેદવાર પોતાને મીણા કહેવડાવવાથી બચી રહ્યા છે. જ્યારે એક-એકને પુછાયું તો ત્રણેયનો
જવાબ હતો કે અમે મીણા સમાજ તો શું, બધા સમાજના નેતા છીએ.
કોંગ્રેસને મોદી લહેરનો ડર છે. પક્ષના ઉમેદવાર નમોનારાયણ મીણા જ્યાં પણ જાય છે તેમને એ વાતનો ડર લાગે છે કે, તેમને વિરોધનો ક્યાંક સામનો ન કરવો પડે. કેન્દ્રની નીતિઓનો વિરોધ સૌથી વધુ છે. જોકે, ચાર મહિ‌ના જૂની ભાજપ સરકાર વિરુદ્ધ બોલવાની તક તેમને મળી છે. જેમાં તેઓ તેમના કામકાજ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
ભાજપને કોંગ્રેસથી નહીં પરંતુ કિરોડીલાલથી થોડા બચીને ચાલવું પડે છે. ભાજપને ડર છે કે, કિરોડી મીણા સમાજના મત લઈ લેશે તેનાથી તેમને મોટું નુકસાન થઈ શકે છે. જોકે, સંઘે એકજૂથ થઈને ગામ ગામ સુધી જાળ ફેલાવતા ફાયદો થયો છે. મોદીના નામની લહેર ગામે ગામ પહોંચી ગઈ છે. રાજપાને વિધાનસભા ચૂંટણીમાં જે પ્રકારે હારનો સામનો કરવો પડયો હતો તેનાથી કિરોડીલાલને આશંકા તો છે જ કે તેઓ માત્ર મીણા જાતિઓના ભરોસે ન રહી શકે. આથી તેઓ એ સવાલને પાયાથી નકારે છે કે તેઓ મીણા સમાજના સૌથી મોટા નેતા છે. વિધાનસભાની હારે તેમને મીણા સમાજમાં તેમની વસ્તુસ્થિતિ ઓળખવામાં મદદ અપાવી છે. તેમણે ગામે ગામની મુલાકાત લઈને સમાજના લોકોથી તેમનું અંતર ઘટાડયું છે.