• Gujarati News
  • ઝઇઇફ કૌભાંડમાં વિધાર્થી‍ અને પરીક્ષકે ગુનો કબુલી લીધો

ઝઇઇફ કૌભાંડમાં વિધાર્થી‍ અને પરીક્ષકે ગુનો કબુલી લીધો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સી‍ટીમાં ઉત્તરવહીઓમાં ઓછા ગુણને વધારીને તથા માર્કશીટમાં ગરબડ કરી વિધાર્થી‍ઓને પાસ કરી દેવાનાં કૌભાંડનો હજુ થોડા દિવસ પહેલા જ ખુલાસો થયો હતો જેમા બુધવારે વિધાર્થી‍ અને પરીક્ષકે કુલપતિ સમક્ષ પોતાનો ગુનો કબુલી લીધો હતો.
થ‌ર્ડ‌યર એમબીબીએસમાં અભ્યાસ કરતાં એક વિધાર્થી‍ની માર્કશીટમાં ફાઇનલ ચેકિંગ દરમિયાન શંકા જતાં આ મામલે તપાસ કરવામાં આવતાં ઓછા ગુણને વધારે કરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.જેમાં ફેબ્રુઆરી મહિ‌નામાં જાહેર કરવામાં આવેલ મેડિકલનાં રીઝલ્ટમાં એમબીબીએસનાં એક વિધાર્થી‍નાં ઓએનજી વિષયની માર્કશીટમાં ફાઇનલ ચેકરની સહી ન હોવાનું જણાતાં ઉલટ તપાસ દરમિયાન આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું જેમા મંગળવારે વિધાર્થી‍નું નિવેદન લેવામાં આવ્યું હતું અને બુધવારે પુરવણી તપાસનાર પરીક્ષકને પણ નિવેદન લેવા માટે બોલાવામાં આવ્યો હતો જેમાં તેણે પણ પોતાનો ગુનો કબુલી લીધો હતો. અને આ મામલે યુનિવર્સી‍ટી દ્વારા સિન્ડિકેટમાં કેટલી સજા કરવી અને આગળ શું કાર્યવાહી કરવી તેની સલાહ
માંગવામાં આવશે