• Gujarati News
  • ફાયરબ્રિગેડની નબળી કામગીરી સામે વેપારીઓનો રોષ

ફાયરબ્રિગેડની નબળી કામગીરી સામે વેપારીઓનો રોષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
આગની મસમોટી ઘટના છતાં પાલિકાનું ફાયરબ્રિગેડ સરેઆમ નિષ્ફળ ગયું હતું. આનેલીધે માર્કેટના વેપારીઓ આસપાના લોકોમાં રોષ ફેલાયો હતો. વેપારીઓ અને સ્થાનિક ર્કોપોરેટર વી.ડી. ઝાલાવડિયા વચ્ચે તડાફડી પણ થઈ ગઈ હતી. નવ માળ ઊંચી માર્કેટમાં ફસાયેલાં લોકોને બચાવવા માટેની કામગીરીમાં ઢીલાશ વર્તાય રહી હતી. આગને કાબુમાં લેવા માટે હાઈડ્રોલિક પ્લેટફોર્મ જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ પણ ઘટના બન્યાના લાંબા સમય પછી કામે લાગી શક્યાં હતાં. માર્કેટના આગળના ભાગની આગને કાબુમાં લેવા માટે પૂરા ત્રણ કલાક પછી પાણીનો મારો ચાલુ કરી શકાયો હતો. દેશનું અત્યાધુનિક ફાયર બ્રિગેડ વિભાગ બનવા માટેની બડાઈ મારતા પાલિકાના ફાયર બ્રિગેડનું પહેલું ફાયર ફાયટર આગ માટેનો કોલ નોંધાવ્યા પછી ૩પ મિનિટે પહોંચી શક્યું હતું.
‡ ત્રણ કલાકે આગળના ભાગેથી પાણીનો મારો શરૂ કરાયો!
આગ જ્યાં લાગી હતી તે એ-૬૦૬ નંબરની દુકાનની બાજુમાં જ દુકાન ધરાવતાં વિનેશ ઓગરીવાળાનું કહેવું હતું કે, આગ પ.૩૦ વાગ્યે લાગી હતી અને ૩પ મિનિટ પછી પહેલું ફાયર ફાયટર પહોંચ્યું હતું. ફાયર બ્રિગેડને બુધવારે સાંજે પ.૪પ મિનિટે કોલ નોંધાવાયો હતો. એવું ફાયરબ્રિગેડનું કહેવું હતું. આ ઢીલાશ હતી ત્યાં આગને કાબુમાં લેવા માટે ફાયર સ્ટાફે માર્કેટના પાછળના ભાગમાં પહેલો પ્રયાસ શરૂ કર્યો હતો. પાછળના ભાગમાં આગને ૭૦ ટકા કાબુમાં લીધા પછી પૂરા ત્રણ કલાક બાદ આગળના ભાગમાં આગ બુઝાવવા હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી પાણીનો મારો શરૂ કરાયો હતો. આનેલીધે કેટલીય દુકાનોમાં આગ પ્રસરી ચૂકી હતી.
‡ અણીના સમયે જ હોઝપાઈપ પણ ફાટી ગયો!
દેશનું સૌથી અત્યાધુનિક ફાયર ડિપા‌ર્ટમેન્ટ ગણાવવા માટે પાલિકા દ્વારા લખલૂંટ ખર્ચો કરાઈ રહ્યો છે. જોકે, આ ખર્ચ અણીના સમયે ઓછો સાર્થક નિવડે છે. કેમકે, બુધવારે જ્યારે એમ.ડી. લેન્ડમાર્ક એમ્પાય‌ર્સ માર્કેટમાં આગ લાગી અને ફાયરબ્રિગેડે આગળના ભાગે ત્રણ કલાક બાદ જ્યારે આગ બુઝાવવા માટે હોઝપાઈપ લગાવવા માટેની શરૂઆત કરી ત્યારે જ હોઝપાઈપ ફાટી ગયો હતો.
‡ રેસ્ક્યુ ઓપરેશનમાં ચીફ ફાયર ઓફિસર જ સૌથી પાછળ રહ્યાં
ફાયર ડિપા‌ર્ટમેન્ટના ૧૪૪ જેટલાં માણસોને આગ બૂઝાવવામાં કામે લગાડાયાં હતાં. ૪૦ ગાડીઓ સ્થળ ઉપર બોલાવાઈ હતી. હજીરાની એસ્સાર કંપનીમાંથી એક ફાયટરને બોલાવાયું હતું. છતાં આગને કાબુમાં લેવા માટે રેસ્ક્યુ ઓપરેશનમાં લિડર તરીકે ચીફ ફાયર ઓફિસર પંકજ પટેલ જ પાછળ નોંધાયા હતાં. અન્ય ફાયર ઓફિસ‌ર્સ માકે‌ર્ટમાં જ્યાં આગ લાગી ત્યાં સુધી પહોંચવાના પ્રયત્નમાં સતત લાગ્યાં હતાં. જોકે, ચીફ ફાયર ઓફિસર આવા પ્રયત્નમાં ક્યાંય નજરે પડતાં નહતાં. આનેલીધે સ્થાનિક વેપારીઓ પણ અકળાયાં હતાં. તેમણે પાલિકાના અધિકારીઓની સાથે ઉગ્ર દલીલો કરી હતી.
‡ ર્કોપોરેટર સાથે વેપારીઓની તૂતૂ મૈંમૈં
ઘટનાસ્થળે ફાયર સ્ટાફ આગને કાબુમાં લેવા માટે કસરત કરી રહ્યો હતો. બિલ્ડિંગમાં ફસાયેલાં લોકો બહાર નીકળવા માટેની મથામણ કરી રહ્યાં હતાં. બહાર પાલિકાના અધિકારીઓ, સ્થાનિક ર્કોપોરેટ‌ર્સ અને માર્કેટના વેપારીઓ પણ ઊભા હતાં. ત્યારે માર્કેટના વેપારી અને ફોસ્ટા((ફેડેરેશન ઓફ ટેક્સટાઈલ ટ્રેડ‌ર્સ એસોસિએશન))ના સભ્ય જીતેન્દ્ર કાસોદરિયા અને સ્થાનિક ર્કોપોરેટર વી.ડી. ઝાલાવડિયા સાથે ચકમક ઝરી હતી. કાસોદરિયાએ એવી દલીલ કરી હતી કે, આધુનિક શહેર... વિકાસ....ની વાતો કરો છો પણ અહીં આગ બુઝાવવા માટે એક જ હાઈડ્રોલિક પ્લેટફોર્મ છે. જો હમણાં બીજી ઘટના બને તો શું? એટલું સાંભળતા ર્કોપોૅરેટર ઝાલાવડિયા ઉકળી ઊઠયાં હતાં. બંને વચ્ચે ખૂબ ઉગ્ર બોલાચાલી થઈ હતી.

‡ લિફ્ટમેન મોહસીનનો ઇન્ટરવ્યૂ ((ફોટો છે))