• Gujarati News
  • ચૂંટણી પ્રચારના ૃચ્ ’પડઘમ શાંત, હવે ફઝફ પર પ્રતિબંધ

ચૂંટણી પ્રચારના ૃચ્/’પડઘમ શાંત, હવે ફઝફ પર પ્રતિબંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વધુ એક જાહેરનામુ પ્રસીધ્ધ કરીને ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવા સાથે જ એસએમએસ ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ૩૦મીએ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી અને માંડવી વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીને અનુલક્ષીને સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રકાશ એન. મકવાણાએ એક જાહેરનામા દ્વારા કોઇ પણ રાજકીય પક્ષના ઉમેદવાર તેના ચૂંટણી અજન્ટ, કાર્યકરો કે સમર્થકો કે અન્ય કોઇ પણ વ્યક્તિએ મતદાનના દિવસ પહેલા ૪૮ કલાક અગાઉથી મતદાન સંપન્ન થાય ત્યા સુધી રાજકીય પ્રસારના તમામ એસએમએસ મોકલવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદારોને પ્રોત્સાહિ‌ત કરવા માટે ભારતના ચૂંટણી આયોગના સક્ષમ સત્તાધિકારી દ્વારા કરવામાં આવતા એસએમએસને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.