• Gujarati News
  • મારામારી કરતા બેને છોડાવવા જતા હેડ કોન્સ્ટે.ને પણ ફટકાર્યો

મારામારી કરતા બેને છોડાવવા જતા હેડ કોન્સ્ટે.ને પણ ફટકાર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
રિંગ રોડ પર મેટ્રો ટાવર પાસે સહકાર હોટલ નજીક જાહેરમાં મારામારી કરતા ઇસમોને છોડાવવા વચ્ચે પડેલા એક હેડ કોન્સ્ટેબલ પર હુમલો થયો હતો. હેડ કોન્સ્ટેબલ પોલીસ યુનિફોર્મમાં હોવા છતાં જાહેરમાં તેમને ધક્કે ચઢાવી બે ભાઈઓએ માર મારી હુમલો કરતા બંને સામે ગુનો નોંધી ધરપકડ થઈ છે.
હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ બાલુભાઈ ગામીત સલાબતપુરા પોલીસ મથકમાં ફરજ બજાવે છે. મંગળવારે મોડીરાત્રે મહેશભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે રિંગ રોડ પર મેટ્રો ટાવર પાસે એક ટેમ્પોચાલકને બે યુવાનો ઢોર માર મારી રહ્યા હોવાનું તેમને દેખાયું હતું. પોલીસ તરત જ વચ્ચે પડી અને માર મારનારાઓને અલગ ઉભા રહેવા માટે સૂચના આપી હતી. પરંતુ હુમલો કરનારા સત્યનારાયણ કેશાજી વિરવલ અને તેનો ભાઈ પ્રિતમ કેશવજી વિરવલ ((બંને રહે. રણછોડજીનગર સોસાયટી-૧, કતારગામ))એ પોલીસ સાથે પણ જીભાજોડી શરૂ કરી હતી. પોલીસ યુનર્ફિોમમાં ઉભેલા મહેશભાઈ ગામીતનો કોલર પકડી સત્યનારાયણે ધમકી આપી હતી, જ્યારે તેના ભાઈ પ્રિતમે હેડ કોન્સ્ટેબલને ધક્કે ચઢાવી હુમલો કર્યો હતો. આ દરમિયાન અન્ય પોલીસકર્મી આવી જતાં બંને ભાઈઓને દબોચી લેવાયા હતા.