• Gujarati News
  • વિચારોની એક ભાષા, શબ્દ હોય છે

વિચારોની એક ભાષા, શબ્દ હોય છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણે કોઈ વસ્તુ મેળવવા ઈચ્છતા હોઈએ તો શરૂઆત કેવી રીતે કરીશું? સામાન્ય જવાબ તો એ જ છે કે, કોઈ પદ મેળવવા ઈચ્છો તો તેને લાયક બનો. ધન જોઈએ તો મહેનત કરો. જોકે, તેનો આધ્યાત્મિક જવાબ એવો છે કે, સૌથી પહેલાં તેનું સપનું જુઓ. આપણે જ્યારે કોઈ વસ્તુનું સપનું જોઈએ છીએ ત્યારે આપણા મગજના તંતુ તેની કલ્પનામાં ડૂબી જાય છે. મગજમાં એક હલચલ શરૂ થાય છે. આ હલચલમાં જ કેટલાક માર્ગ છુપાલેયા છે. આ માર્ગો પર ધ્યાન આપો. જોકે બને છે એવું કે લક્ષ્યનું સપનું જોતાં સમયે આપણે વૈચારિક હલચલમાં જ એટલા ગૂંચવાઈ જઈએ છીએ કે સાચી દિશા મેળવી શકતા નથી. તેનું કારણ એ છે કે વિચારોની એક ભાષા હોય છે, શબ્દ હોય છે. આ કારણે જ તમે વિચારોના પ્રવાહમાં ગૂંચવાઈ જાઓ છો. આથી ઊંઘતાં પહેલાં તમે પ થી ૨૦ મિનિટ સુધી ધ્યાન ધરો. તેનાથી તમને ઊંઘ આવી જશે અને પછી સવારે જાગશો ત્યારે લક્ષ્યવાળું સપનું જોશો તો તમને ઉચિત માર્ગ દેખાશે.