• Gujarati News
  • ફુગાવો ઘટી નવ માસના તળિયે : ૪.૬૮ ટકા રહ્યો

ફુગાવો ઘટી નવ માસના તળિયે : ૪.૬૮ ટકા રહ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઇ, નવી દિલ્હી
કાંદા અને બટાટા સહિ‌તના ખાદ્ય આવશ્યક ખાદ્ય પદાર્થોના ભાવમાં થયેલા ઘટાડાને પગલે ફેબ્રુઆરી મહિ‌નામાં ફુગાવાનો દર ઘટીને ૪.૬૮ ટકા સાથે નવ મહિ‌નાની સૌથી નીચી સપાટીએ નોંધાયો છે. ફુગાવામાં થયેલા ઘટાડાને પગલે આરબીઆઇ માટે વ્યાજદરોમાં ઘટાડો કરવાની અનુકૂળતા સર્જા‍ઈ છે. જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવાનો દર જાન્યુઆરીમાં પ.૦પ ટકાથી ઘટીને ફેબ્રુઆરીમાં ૪.૬૮ ટકા થયો હતો. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ((ડબલ્યુપીઆઇ)) ઘટીને ફેબ્રુઆરીમાં ૮.૧૨ ટકા નોંધાયો હતો. સત્તાવાર આંકડાઓ મુજબ ફેબ્રુઆરીમાં કાંદાના ભાવમાં ૨૦.૦૬ ટકાનો ઘટાડો થયો હતો જ્યારે બટાટાના ભાવ પણ ઘટીને ૮.૩૬ ટકા થયા હતા એટલું જ નહીં અનાજ, તેલિબિયા અને કઠોળના ભાવમાં પણ ઘટાડો થયો હતો. ફળો અને દૂધ મોંઘા થયા હતા.આ તરફ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવાનો દર પણ ફેબ્રુઆરીમાં ઘટીને ૮.૧ ટકા સાથે ૨પ મહિ‌નાની નીચી સપાટીએ નોંધાયો હતો.