• Gujarati News
  • મારુતિનો કરાર રદ કરવા ઇન્વેસ્ટરોૃચ્ ’મક્કમ : એફઆઇઆઇની મદદ લેશે

મારુતિનો કરાર રદ કરવા ઇન્વેસ્ટરોૃચ્/’મક્કમ : એફઆઇઆઇની મદદ લેશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઇ, નવી દિલ્હી
મારુતિ-સુઝુકીના ઘરઆંગણેના રોકાણકારોએ હવે કંપનીએ સુઝુકી સાથે કરેલો કરાર રદ કરાવવા માટે એફઆઇઆઇ ((ફોરેન ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટ‌ર્સ))ની મદદ માગવાની યોજના બનાવી છે. મારુતિએ ગુજરાત ખાતેનો પ્રોજેક્ટ જાપાનની સુઝુકી મોટરને સોંપી દેવા માટેનો કરાર કર્યો હતો. મારુતિના સંસ્થાગત રોકાણકારો ((જેમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસો અને વીમા કંપનીઓ સામેલ છે)) આ કરારનો વિરોધ કરી રહ્યા છે.
મારુતિના રોકાણકારોએ આ સાથે કંપની લૉ બો‌ર્ડ‌ ((સીએલબી)) સમક્ષ જવાની પણ વિચારણા શરૂ કરી છે. અગાઉ રોકાણકારોએ મારુતિના ચેરમેન આર.સી.ભાગર્વને પત્ર લખીને કરાર રદ કરવાની અપીલ કરી હતી તથા આ મુદ્દે દરમ્યાનગીરી કરવા સેબીને પણ વિનંતી કરી હતી.
મારુતિ-સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ((એમએસઆઇએલ)) ગુજરાત ખાતેનો પ્રસ્તાવિત પ્લાન્ટ સુઝુકી મોટરને સોંપવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધનો સામનો કરી રહી છે.
સરકારી માલિકીની વીમા કંપની એલઆઇસીએ પણ સુઝુકી સાથેના કરારને મુદ્દે મારુતિ પાસે સ્પષ્ટતા માગી છે. રોકાણકારોનું માનવું છે કે સુઝુકી સાથેના કરારને લીધે મારુતિ મેન્યુફેક્ચરરને બદલે માત્ર ડિસ્ટ્રીબ્યુટર બની જશે જે કંપનીના ભવિષ્ય માટે હાનિકારક છે.
ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટરોના મતે મારુતિ-સુઝુકી બો‌ર્ડ‌નો નિર્ણય ખામી ભરેલો છે કારણ કે ભારતીય કાર કંપની માટે અત્યંત મહત્વની એવી મેન્યુફેક્ચરિંગ અન્ય કંપનીને સોંપી દેવી એ મૂળભૂતરીતે અયોગ્ય છે. જો કે મારુતિની દલીલ છે કે આ કરાર રોકાણકારો અને કંપનીના હીતમાં છે. ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટરો એમએસઆઇએલના કુલ ૧૪ ટકા શેર ધરાવે છે જ્યારે પ્રમોટરો પ૬.૨૧ ટકા શેર ધરાવે છે.