• Gujarati News
  • કડોદરા નજીક રિક્ષા ટ્રકનો ૃચ્ ’અકસ્માત, ૨ મુસાફરોના મોત

કડોદરા નજીક રિક્ષા-ટ્રકનો ૃચ્/’અકસ્માત, ૨ મુસાફરોના મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
કડોદરા-બારડોલી રોડ ઉપર મોડીસાંજે પેસેન્જર ભરેલી રિક્ષાને ટ્રકે ટક્કર મારતાં બે મુસાફરોના મોત થયાં હતાં. રિક્ષામાં ચાર મુસાફરો હતાં, તેમાંથી અન્ય બેમાંથી એકને ગંભીર ઇજા પહોંચી હતી. ટક્કર મારીને ટ્રકચાલક ટ્રક ભગાવી ગયો હતો. કડોદરા-બારડોલી રોડ ઉપરથી મોડી સાંજે રિક્ષામાં બેસીને કામદારો સુરત તરફ આવી રહ્યાં હતાં, ત્યારે ગંગાધરા પાટિયા પહેલાં નૂરી મિડીયા કેમ્પસ નજીક સુરતથી બારડોલી તરફ જતી એક ટ્રકે રિક્ષાને ટક્કર મારી હતી. ટ્રકની ટક્કરથી રિક્ષા ફંગોળાઈ ગઈ હતી. તેમાં બેઠેલા ચાર વ્યક્તિ ચગદાય ગયાં હતાં. તેમાં ૪૦ વર્ષના અક્ષયલાલ તેમજ કુંભારિયામાં બાવનગાળા વિસ્તારમાં રહેતાં ૩પ વર્ષના ધર્મેન્દ્રસિંગ રાજપુતને અત્યંત ગંભીર ઈજા થઈ હતી. અન્ય એક મુસાફર ચંદ્રાભાઈને પણ ઈજા થઈ હતી. ચોથા મુસાફરને હળવી ઈજાને લીધે કડોદરામાં જ સ્થાનિક ડોક્ટરને ત્યાં સારવાર માટે લઈ જવાયા હતાં. જ્યારે બાકીના ત્રણ ગંભીર ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લવાયા હતાં. તેમાંથી ટૂંકી સારવાર દરમિયાન જ અક્ષયલાલ અને ધર્મેન્દ્રસિંગ ગુલાબસિંગ રાજપુતને મૃત જાહેર કરાયાં હતાં. જ્યારે હજુ ઘાયલ ત્રીજા મુસાફર ચંદ્રાભાઈની હાલત હજુ નાજુક હાઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું.