ન્યૂઝ ઇન બોક્સ : ૦૧

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિકાસ ખર્ચનો ગત વર્ષનો ૧૨૧પ કરોડનો રેક‌ર્ડ‌
સુરત પાલિકાએ ગત નાણાંકીય વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૨પ૧ કરોડ રૂપિયા જેટલો ખર્ચ વિકાસકામો પાછળ કરીને નવો રેક‌ર્ડ‌ નોંધ્યો હતો. જોકે, આ વખતે માર્ચ મહિ‌નો પૂરો થવાને હજુ ૧પ દિવસ બાકી છે ત્યાં જ ૧૨૧૭ કરોડ જેટલો ખર્ચ નોંધાવી દીધો છે. કમિશનર એમ.કે. દાસનું કહેવું હતું કે, ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ.૧૬પ૯ કરોડ ખર્ચ કરવાના સુધારેલા લક્ષ્યાંક સામે ૧૨૧૭ કરોડ એટલે ૭પ ટકા જેટલો ખર્ચ કરી દીધો છે. છેલ્લાં એક મહિ‌ના દરમિયાન સરેરાશ ૩૦૦ કરોડથી વધુ ખર્ચ નોંધાય છે, એટલે,આ વખતે ૧પ૦૦ કરોડથી વધારે ખર્ચ નોંધાવીને નવો ઇતિહાસ રચવાની તૈયારી છે. અહીં નોંધનીય છે કે, હવે પાલિકાએ રોજ ૨૨ કરોડ પ્રમાણે દર કલાકે ૯પ લાખ રૂપિયા અને એ જોતા પાલિકાએ હવે દર સેકંડે ૧.પ૯ લાખ રૂપિયા ખર્ચ કરવા પડે તેમ છે.
ડિંડોલીમાં રિઝર્વેશન પરનું બાંધકામ દૂર કરાયું
સુરત લિંબાયત ઝોને શુક્રવારે ડિંડોલી વિસ્તારમાં રિઝર્વેશનવાળી જગ્યા ઉપરનું બાંધકામ દૂર કર્યું હતું. ટીપી સ્કીમ નં-૬૨ જે ડિંડોલી, ભેસ્તાન અને ભેદવાડ વિસ્તારને સ્પર્શે છે, તેમાં બ્લોક નં-પ૦૪ પૈકીવાળી જગ્યામાં મહાદેવનગર સોસાયટી વિભાગ-પને લાગુ રિઝર્વેશનનો પ્લોટ છે. આર-૧થી રિઝર્વેશનની આ જગ્યા ઉપર દબાણ કરીને ગેરકાયદે બાંધકામ કરી દેવાનું શરૂ કરાયું હતું. ૨પ૦૦ ચોરસફૂટ વિસ્તારમાં પ્લીન્થ લેવલ સુધી અને ૯૦૦ ચોરસફૂટ વિસ્તારમાં લિન્ટલ લેવલ સુધી બાંધકામ કરી દીધું હતું. તેને શુક્રવારે જમીનદોસ્ત કરીને જમીન ખુલ્લી કરાવી દેવાઈ હતી. સાથોસાથ સ્થળ ઉપરથી બાંધકામનો સામાન પણ જપ્ત કરી દેવાયો હતો, તેવું ઝોનલ ઓફિસર આશિષ દૂબેનું કહેવું હતું.