• Gujarati News
  • ેમહારાષ્ટ્રથી સંત્સગમાં આવેલા વેપારીએ છઠ્ઠામાળે થી કૂદી આપઘાત કર્યો

ેમહારાષ્ટ્રથી સંત્સગમાં આવેલા વેપારીએ છઠ્ઠામાળે થી કૂદી આપઘાત કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈથી આવેલા વેપારીનો આપઘાત
સુરત સિટીલાઇટ ખાતે રહેતા બનેવીના ઘરે આવેલા મુંબઈના વતનીએ ગુરુવારે રાત્રે છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.જેમનું સિવિલમાં મોત નિપજ્યું હતું. મહારાષ્ટ્રના થાણેમાં ઉલ્લાસનગરના ભગવાનભાઇ રામાણી((૪૮)) શહેરમાં સત્સંગના કાર્યક્રમમાં આવ્યા હતા અને સીટીલાઇટ ખાતે રહેતા તેમના બનેવી મહેશભાઇના ઘરે રોકાયા હતા.ગુરૂવારે રાત્રે આઠ વાગ્યે તેમણે સુર્યદર્શન એપા‌ર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદી ગયા હતા. તેમને તત્કાળ સિવિલમાં દાખલ કરાયા હતા.પરંતુ ટુંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું.