• Gujarati News
  • યુએસ, યુરોપ, આફ્રિકામાં વધી રહેલી ભારતની નિકાસો

યુએસ, યુરોપ, આફ્રિકામાં વધી રહેલી ભારતની નિકાસો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
કેઅમેરીકા અને યુરોપ ખાતની ઘટી રહેલી નિકાસોના કારણે ભારતીય કંપનીઓ આફ્રીકા, લેટિન અમેરીકા, સાઉથ-ઇસ્ટ એશિયા સહિ‌તના નવા બજારો ઉપર નજર દોડાવી રહી છે. સમગ્ર વિશ્વમાં કુલ નિકાસોમાં છેલ્લા દસ વર્ષમાં વાર્ષિ‌ક ૧૯ ટકાના દરે વૃદ્ધિ થઇ છે. પરંતુ આફ્રીકન દેશો ખાતેની નિકાસોમાં છેલ્લા દસ વર્ષમાં વાર્ષિ‌ક ૨પ ટકાના દરે વૃદ્ધિ નોંધાઇ છે. ખાસ કરીને એગ્રીકલ્ચર, ઉત્પાદિત માલો અને પેટ્રોલિયમ/ ક્રૂડ પ્રોડક્ટની નિકાસોમાં જંગી વૃદ્ધિ થઇ રહી છે. ભારતની કુલ નિકાસો ફેબ્રુઆરીમાં ડોલર સ્વરૂપમાં ઘટી છે. પરંતુ રૂપિયા મૂલ્યમાં વધારો થયો છે. છેલ્લા અગિયાર માસમાં રૂપિયા મૂલ્યમાં નિકાસોમાં ૧૭ ટકાની વૃદ્ધિ થઇ હોવાનું ઇસીજીસીના સીએમડી એન શંકરે જણાવ્યું હતું.
અમેરીકા, યુરોપિયન દેશોમાં ચાલી રહેલી ઇકોનોમિક ક્રાઇસિસ, ડોલરની મજબૂતાઇ, ક્વોલિટી અને ટેકનોલોજીના કારણે નિકાસોમાં હરીફાઇ વધી રહી છે. યુરોપમાં પોટુર્‍ગલ, સ્પેન, આયર્લેન્ડ જેવા દેશોમાં ક્રેડિટ રિસ્ક પણ વધી રહ્યું હોવાથી બેન્કોનું ભારણ વધી રહ્યું છે. તેથી ભારતે આફ્રીકા, લેટિન અમેરીકા અને સીઆઇએસ માર્કેટ્સ, સાઉથ ઇસ્ટ એશિયા, મ્યાનમાર, કંબોડિયા, વિયેતનામ, જાપાનના બજારો ઉપર પણ ધ્યાન આપવાની જરૂર હોવાનું ડન એન્ડ બ્રેડસ્ટ્રીટ તેમજ ઇસીજીસીના સંયુક્ત ઉપક્રમે એક્સપો‌ર્ટ રિસ્ક મેનેજમેન્ટ કોન્ક્લેવમાં ડીએન્ડબીના પ્રેસિડેન્ટ કૌશલ સંપતે જણાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિ‌ય વાણિજ્ય સેક્રેટરી રાજીવ ખેરે દિવ્ય ભાસ્કર સાથેની મુલાકાતમાં જણાવ્યું કે, નિકાસો વધારવા માટે ફન્ડામેન્ટલ્સ, પોલિસી અને ક્વોલિટી તેમજ ટેકનોલોજી અપગ્રેડેશનની જરૂર ઊભી થઇ છે. ખાસ કરીને ટુરીઝમ, હેલ્થકેર, લોજિસ્ટિક્સ, આઇટી, એજ્યુકેશન સહિ‌તના સર્વિ‌સ સેક્ટ‌ર્સમાં નિકાસ માટે જંગી તકો રહેલી છે. તેમણે જણાવ્યું કે, ભારતીય ઉત્પાદકો માત્ર પ્રાઇમરીમાંથી મેન્યુફેક્ચરિંગ ઇકોનોમિ તરફ જઇ રહ્યા છે ત્યારે ક્વોલિટી, ટેકનોલોજી અને કિંમતના મુદ્દે ગંભીર નહિં બને તો જે રીતે મલેશિયા અને ટકીર્ કેમિકલ્સ નિકાસોમાં હંફાવી રહ્યા છે તે જ રીતે જેમ્સ અને જ્વેલરી, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ ગુડ્સ, કોટન યાર્ન, ફાર્મા, ફેબ્રીક્સ અને લેધર પ્રોડક્ટ્સમાં પણ અન્ય દેશો ભારતને ભારે પડી શકે છે. જોકે ચાલુ વર્ષે પણ આ તમામ સેક્ટ‌ર્સની નિકાસોમાં ઘટાડો નોંધાયો હોવાનું ખેરે કબૂલ્યું હતું.