• Gujarati News
  • સન ફાર્માના ગુજરાત યુનિટ ઉપર પ્રતિબંધૃચ્ ’

સન ફાર્માના ગુજરાત યુનિટ ઉપર પ્રતિબંધૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઇ, નવી દિલ્હી
ભારતના ફાર્માસ્યુટીકલ સેક્ટરને વધુ એક ફટકો મારતો યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ((યુએસએફડીએ))એ સન ફાર્માના ગુજરાત ખાતેના પ્લાન્ટમાં બનાવવામાં આવતી દવાઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાએ મેન્યુફેક્ચરિંગના નિયમોનો ભંગ કરવા બદલ ભારતીય કંપનીની દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે જેને પગલે સન ફાર્માના શેરમાં ૬.પ ટકાનો ધરખમ કડાકો બોલ્યો હતો. કંપનીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ગુજરાતના કરખડી ખાતે આવેલા પ્લાન્ટનું ઇન્સપેકશન કર્યા બાદ ગૂડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટીસ રેગ્યુલેશનની કેટલીક શરતોનો ભંગ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. વેલ્યુની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી ફાર્મા કંપનીએ કહ્યું હતું કે આયાત પર મૂકાયેલા પ્રતિબંધને લીધે કંપનીની આવક પર નજીવી અસર થશે.
સન ફાર્માના કરખડી ખાતે આવેલા પ્લાન્ટમાં એન્ટીબાયોટીક્સ અને એક્ટીવ ફાર્માસ્યુટીકલ ઇન્ગ્રેડીઅન્ટ્સ કેટેગરીની દવાઓ બનાવવામાં આવે છે. ભારતમાં સન ફાર્માના કુલ દસ એકમો આવેલા છે. અગાઉ ગત વીકમાં સન ફાર્માએ સ્વૈચ્છિકપણે અમેરિકાના માર્કેટમાંથી ડાયાબીટીસ માટેની ગ્લુમેટ્ઝા નામની દવાની ૨,પ૨૮ બોટલો પાછી ખેંચી લીધી હતી.