• Gujarati News
  • લિંબાયત મહાપ્રભુનગરમાં ડિમોલીશન કરાયું

લિંબાયત મહાપ્રભુનગરમાં ડિમોલીશન કરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત લિંબાયત ઝોનમાં મહાપ્રભુનગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં પ્લોટ નં-૩૯ એ અને બી ઉપર બનાવાયેલા બે માળના કારખાના ઉપર ત્રીજો માળ ચણવા માટે સેન્ટીંગ અને શટરિંગનું કામ શરૂ કર્યું હતું. અગાઉ આ કામ અટકાવાયું હતું. છતાં ફરી કામ શરૂ કર્યું હતું. એટલે, ગુરુવારે ઝોનના ટેકનિકલ સ્ટાફ અને દબાણ વિભાગના સ્ટાફે ખાનગી કોન્ટ્રાક્ટરના દસ માણસોને સાથે રાખીને સપાટો બોલાવ્યો હતો. ૬૪૦ ચોરસફૂટ વિસ્તારમાં ઊભું કરેલું શટરિંગ અને સેન્ટીંગ તોડી પાડવામાં આવ્યું હતું. અન્ય બાંધકામ દૂર કરવા માટે મિલકતદારોએ સ્વૈચ્છિક ડિમોલીશન માટે બાંયધરી આપી હતી. ૪૦હજાર રૂપિયા જેટલો દંડ પણ વહીવટી ચાર્જ તરીકે વસૂલ કરાયો હતો.