• Gujarati News
  • ટેક્સટાઈલ માર્કેટમાં મિલકતવેરા વસૂલી અભિયાનમા ૭૮ લાખ સ્થળ ઉપર જ વસૂલાયા

ટેક્સટાઈલ માર્કેટમાં મિલકતવેરા વસૂલી અભિયાનમા ૭૮ લાખ સ્થળ ઉપર જ વસૂલાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
માર્ચ એન્ડિંગને લીધે હવે પઠાણી વસૂલાત માટે મેદાનમાં ઉતરેલા પાલિકાના સ્ટાફે ગુરુવારે ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં ફફડાટ ફેલાવ્યો હતો. વેરો ભરવા માટે તસ્દી નહીં લેતા દુકાનદારો અને કારખાનેદારોની મિલકતને સીલ કરવાની તૈયારી સાથે ડોર ટુ ડોર વસૂલાત અભિયાન છેડયું હતું. તેમાં મિલકત સીલ લાગે તેવું જાણીને ફફડેલા મિલકતદારોએ સ્થળ ઉપર જ ૭૭.૬૨ લાખ જેટલો વેરો સ્થળ ઉપર જ ચૂકવી આપ્યો હતો.
લિંબાયત ઝોનના આકારણી વિભાગે તેમની હદમાં આવતી કાપડમાર્કેટ્સ અને ઔદ્યોગિક એકમોમાં ડોર ટુ ડોર રિકવરી અભિયાન શરૂ કર્યું હતું. તેમાં રઘૂકુલ માર્કેટ, મિલેનિયમ માર્કેટ, સુરત ટેક્સટાઈલ માર્કેટ અને જે.જે. ટેક્સટાઈલ માર્કેટમાં દુકાનોને ઝપેટમાં લીધી હતી. વેરો ભરવામાં આડોડાઈ કરતાં દુકાનદારોને વેરો સ્થળ ઉપર નહીં ચૂકવાય તો દુકાન સીલ કરવા માટેની તૈયારી દર્શાવી હતી. એટલે, સ્થળ ઉપર જ વેરો ચૂકવવા માંડયો હતો. આ રિકવરી અભિયાનમાં સુરત-બારડોલી રોડ ઉપરની ફ્રૂટ માર્કેટ, ઇન્ટરસિટી કોમ્પલેક્સ, ઋષિવિહાર સોસાયટી સહિ‌તની મિલકતોમાં પણ વસૂલાત કરી હતી. એટલે, દુકાનદારો અને રહેણાંક મિલકતના માલિકોએ સ્થળ ઉપર જ રૂ.૭૭.૬૨ લાખ જેટલી ચૂકવણી કરી દીધી હતી.