• Gujarati News
  • સુરત સ્ટેશને સીટ ર્કોનિંરગ કરનારા ૨૧ રંગેહાથ ઝડપાયા

સુરત સ્ટેશને સીટ ર્કોનિંરગ કરનારા ૨૧ રંગેહાથ ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત સ્ટેશને સીટ ર્કોનિંરગ કરનારા ૨૧ રંગેહાથ ઝબ્બે
સુરત : રેલવે સ્ટેશનમાં કૂલીઓ અને તેમના મળતિયાઓએ હજારો લોકોને જાણે બાનમાં લીધા છે. છેલ્લા ત્રણ દિવસમાં આવા ૨૧ જેટલા ટપોરી તત્વોની આરપીએફે ધરપકડ કરી હતી. ૧૧ આરોપીઓ સીટ ર્કોનરિંગ કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ લોકો તાપ્તીગંગા ટ્રેનના જનરલ કોચમાં સીટ રોકીને યાત્રીઓ પાસેથી રૂ.૧૦૦૦ સુધી પડાવતા હોવાનું પણ ઝડપાયું હતું. આ ઉપરાંત પબ્લિક રિઝર્વેશન સિસ્ટમ પાસેથી ૮ આરોપીઓ ટિકિટના કાળાબજાર કરતા ઝડપાઈ ગયા હતા. મહિ‌ધરપુરા પોસ્ટ ઓફિસમાં પણ બે ટાઉટોને આરપીએફે ઝડપી પાડયા હતા.છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૨૧ આરોપી સામે રેલવે એકટ ૧૪૩ અને ૧૪૭ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. કૂલીઓ વેકેશનની સીઝન તથા હોળીનો તહેવાર સામે છે ત્યારે ટિકિટના કાળાબજાર કરવા અને સીટ ર્કોનરિંગ કરવા માટે પોતાના સગાસંબંધીઓને પણ બોલાવે છે.