• Gujarati News
  • મજા આવી ગઈૃચ્ ’ ધો.૧૦ના વિદ્યાર્થી‍ઓ માટે ગુરુવારે ગુજરાતીનું પેપર સરળ હતું. ગુજરાતીનું પેપર આપ

મજા આવી ગઈૃચ્/’ ધો.૧૦ના વિદ્યાર્થી‍ઓ માટે ગુરુવારે ગુજરાતીનું પેપર સરળ હતું. ગુજરાતીનું પેપર આપવાની મજા આવી ગઈ હતી. ઘરે પહોંચીને હવે પછીના પેપર માટેની તૈયારીમાં લાગી જશું. કાતરીયા સપના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ .વરાછા / કતારગામ
ગુજરાતમાં શરૂ થયેલી બો‌ર્ડ‌ની પરીક્ષાનો ગુરુવારે પ્રથમ દિવસ હોવાથી વિદ્યાર્થી‍ઓને શુભેચ્છા માટે વરાછા-કતારગામના વિવિધ સેન્ટરો પર ભરપૂર તૈયારીઓ હતી. વિદ્યાર્થી‍ઓ માટે ક્યાંય ફૂલો પથરાયા હતા તો ક્યાંક પેંડાથી મોંઢુ મીઠું કરાવી વર્ગખંડમાં પ્રવેશ અપાતો હતો. તો વળી ક્યાંક કુમકુમ તિલક કરીને પરીક્ષાર્થી‍ઓને શુભેચ્છા અપાઈ હતી. ને તમામની શુભેચ્છા પહેલાં દિવસે તો ફળી હતી. ઘો.૧૦નું ગુજરાતીનું પેપર એકંદરે સરળ રહેતા વિદ્યાર્થી‍ઓને દોડવું હતું ને ઢાળ મળી ગયો’ જેવી સ્થિતી સર્જાઈ હતી. સૌરાષ્ટ્ર સમાચારે પેપર આપીને બહાર આવેલા વિદ્યાર્થી‍ઓની સાથે વાતચીત કરી તો તેમનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો.
પેપર પુરૂ કર્યું અને સ્ટેન્ડ પર બસ ન મળતા જમાવડો
હાલ સિટી બસની રામાયણ ચાલી રહી હોય તેમ વરાછા અને કતારગામના બો‌ર્ડ‌ના વિદ્યાર્થી‍ઓએ રિક્ષા સ્ટેન્ડ પર લાઇન લગાવી હતી. સિટી બસની સમસ્યા યથાવત રહેતા વિદ્યાર્થી‍ઓ માટે મોટી સમસ્યા પહેલા દિવસે સર્જાય હતી.