• Gujarati News
  • સેન્ટ્રલ ઝોને ૨૩ મિલકતો સીલ કરી

સેન્ટ્રલ ઝોને ૨૩ મિલકતો સીલ કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત સેન્ટ્રલ ઝોને પણ વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરીને એક જ દિવસમાં ૨૩ મિલકતોને સીલ મારી દેતા બાકીદારોમાં ફફડાટ પેંસી ગયો હતો. સેન્ટ્રલ ઝોનના વડા સિટી ઈન્જીનિયર જતીન શાહના સીધા માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોનના જુદા જુદા વિસ્તારમાં બાકી વેરા વસુલાત માટે ઝુંબેશ હાથ ધરાઈ છે. આકારણી વિભાગની ટીમે ૨૩ જેટલી જુદી જુદી મિલકતોને બાકી વેરા પેટે સીલ મારી દેવાઈ હતી. આ કડક કાર્યવાહીથી બાકીદારોએ મિલકત વેરો ભરવા માંડતા એક જ દિવસમાં રૂપિયા ૧૮.૬પ લાખની વસુલાત થઈ હતી.