• Gujarati News
  • મારા અંગોનું દાન કરી દેજો ચીફ આઈટી કમિશ્નર

મારા અંગોનું દાન કરી દેજો- ચીફ આઈટી કમિશ્નર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમ‌ર્સ, ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સંયુકત ઉપક્મે ગુરુવારે વિશ્વ કિડની દિન નિમિત્તે કિડની અને તેના રોગો વિશે સમાજમાં જાગૃતિ આવે તે માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ચેમ્બર પાસેથી રેલીનું પ્રસ્થાન કરાવતી વખતે ચીફ ઇન્કમટેક્સ કમિશ્નર ગુંજન મિશ્રાએ કહ્યું હતું કે કિડનીના રોગો વધી રહ્યા છે ત્યારે સમાજમા જાગૃતિ ફેલાવવી જરૂરી છે.અંગોનું દાન કરવાથી કોઈને નવજીવન મળતું હોય તો તેનાથી ઉત્તમ વાત બીજા કોઈ હોઈ શકે નહીં. મારા મૃત્યુ બાદ મારા અંગોનું પણ દાન કરવાનું હું જાહેર કરુ છુ, એમ ચીફ ઇન્કમટેક્સ કમિશ્નરે કહ્યું હતું.૧૦૦થી વધારે કિડનીનું દાન કરાવનાર નિલેશ માંડલેવાલાને તેમણે અભિનંદન આપ્યા હતા. રેલીનું ચોકબજાર ગાંધી પ્રતિમા પાસે સમાપન કરાયું હતું.