• Gujarati News
  • અહિં તો રાની સા વસુંધરાને જોઇને જ લોકો મત આપશે

અહિં તો રાની સા વસુંધરાને જોઇને જ લોકો મત આપશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપમિતા વાજપેયી
આશ્રમ એક્સપ્રેસ, એ-૧માં ૨૯, લોઅર બર્થ.
આ વખતે ચૂંટણી ચર્ચાનો પ્રારંભ કોઇ સવાલથી કરવો પડયો નહીં. ટ્રેન જેવી સાબરમતી નદીથી પસાર થઇ પાસે બેસેલા અરુણ કુમાર કહેવા લાગ્યા - નરેન્દ્ર મોદી કેટલાં જૂઠા છે. આખા દેશને કહે છે સાબરમતી ચોખ્ખી છે. અહીં જુઓ કેટલી ગંદી છે. પાસે બેઠેલા શરદ પાટિલ તેનાથી સંમત ન હતા. બોલ્યા,કંઇ પણ કહો મોદીએ ભલે થોડું ઘણું ંભ્રષ્ટાચાર કર્યો પણ સૌથી વધુ કામ કરાવ્યું. તો મોટા ચોરથી નાનો ચોર વધુ સારો થયો ને? પોતાના ટેબ્લેટ પર ઓફિસની એક્સલ શીટ પર કામ કરી રહેલા રિદમ પટેલ પણ ચર્ચામાં જોડાયા. કહેવા લાગ્યા. તેમને પોલિટિક્સમાં રસ નથી. પણ મોદી એટલા માટે પસંદ છે કે તે જાતે કહે છે કે હું સીએમ એટલે મુખ્યમંત્રી નહીં. ચેરપ‌ર્સન છું’. પાકો માર્કેટિંગનો બંદો છે તે. રિદમ નવી દિલ્હીની મિનરલ વોટર કંપનીમાં માર્કેટિંગ ંમેનેજર છે. અરુણ પાણી માટે કામ કરતો અક્ટિવિસ્ટ. કહેવા લાગ્યા હું બે વર્ષ સુધી રાજસ્થાનના થોર વિસ્તારમાં પાણી માટે પગપાળા યાત્રા કરી ચૂક્યો છું કહેવા લાગ્યા જીતશે તો મોદી જ. તેમનો હિ‌ન્દુત્વનું કા‌ર્ડ‌ જે ચાલી ગયું છે. તરત સમર્થન આવ્યું. બરાબર કહ્યું કેજરીને સમર્થન મલે તો સારું. પરંતુ જીતશે તો મોદી જ. મનોહર મીણા જે અત્યાર સુધી ચૂપચાપ સૌની વાતો સાંભળી રહ્યા હતા.
ટોંકના નાનકડા ગામનો ખેડૂત મનોહર મીણા કોઇ બાબાનું પ્રવચન સાંભળવા આવ્યા હતા. બોલ્યા, હું તો નાનપણથી જ કોંગ્રેસને જ મત આપતો આવ્યો છું. આખા પરિવાર સાથે આ વખતે પણ આપીશ. પછી ભલે તે જીતે કે હારે. મનોહર મીણા માટે ચૂંટણી એટલે માત્ર કોંગ્રેસ છે. વાત સાંભળી બીંદડી ઘૂંઘટ સંભાળીને હસવા લાગી. વાતાવરણ બદલાયું તો અરુણ કુમારે હસતા હસતા જવાબ આપ્યો. બોલ્યા, ૭૩ વર્ષની ઉંમરમાં કોંગ્રેસના ૭૦ રંગ જોઇ ચૂક્યો છું. પ્રથમ સામાન્ય ચૂંટણી થઇ હતી ત્યારે હું સ્કૂલમાં હતો. નેહરુએ તો ત્યારે જ ચૂંટણીમાં દારૂ, કબાબ અને નોટોને એન્ટ્રી આપી હતી.
પાસેના કમ્પા‌ર્ટમેન્ટમાં બેસેલા કન્હૈયાલાલ શર્મા પોતાને રોકી ન શક્યા અને વાતો સાંભળવાનો પ્રયત્ન કરવા લાગ્યા. બોલ્યા મોદીની રાજસ્થાનમાં કોઇ બ્રાંડ વેલ્યૂ નથી. અહીં તો રાની સા વસુંધરાને જાઇ બધા ભાજપને મત આપે છે. કન્હૈયાલાલ શર્મા અજમેરના રહેવાસી છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે સચિન પાઇલટ તો તમારા શહેરના જ છે? તો કહેવા લાગ્યા રાહુલ ગાંધી ટોંકમાં રેલી કરવા આવ્યા તો બે મિનિટ બોલીને ચાલ્યા ગયા. જ્યારે લોકો બે કલાકથી રાહ જોઇ રહ્યા હતા. આવી રીતે તો કોંગ્રેસ કેમ જીતશે? ચર્ચા એ પણ થવા લાગી કે રાજસ્થાનમાં જાતિને આધારે ઉમેદવાર જીતે છે. મુંબઇમાં જયપુર બાંધણી વસ્ત્રોનો વેપાર કરતા આર કે જોશી તેનાથી સંમત ન થયા . કહેવા લાગ્યા જાતિ વાતી જૂની વાતો થઇ ગઇ છે.કયા સમયમાં તમે જીવી રહ્યા છો? હવે ડેવલપમેન્ટ કામ આવે છે, જાતિ નહીં. હું બ્રાહ્મણ છું મને તો આજ સુધી કોઇ બ્રાહ્મણે ફાયદો પહોંચાડયો નથી. હવે વાત કેજરીવાલ પર આવી ગઇ હતી. જોશી બોલ્યા તેઓ મુંબઇમાં ઘણા લોકોને આપ’નો સભ્યપદ અપાવી ચૂક્યા છે. પરંતુ હવે કેજરીવાલથી નારાજ છે.
કહેવા લાગ્યા કેજરીએ સરકાર ચલાવવી જોઇતી હતી. આટલી સરળતાથી ક્યાં કોઇને સત્તા મળે છે અને પ્રોબ્લેમ તો દરેક વાતમાં આવે છે. કેજરીની પ્રમાણિક્તા પર કમ્પા‌ર્ટમેન્ટમાં બેઠેલા અને આ ચૂંટણી ચર્ચા સાંભળી રહેલા અન્ય લોકોએ પણ હકારમાં ડોક્યું હલાવ્યું. પરંતુ કયાંક તો તમામને એવું લાગ્યું કે કેજરીવાલ સરકાર ચલાવી ન શક્યા. જોશી કહેવા લાગ્યા કદાચ આ વખતે અશોક ગેહલોત જોધપુરથી સાંસદની ચૂંટણી લડી રહ્યા છે. અરુણ કુમારે તરત જવાબ આપ્યો, અરે ભાઇ સાહેબ આટલા વર્ષો સીએમ બનીને કાંઇ કરી ન શક્યા તો સાંસદ બનીને શું કરી લેશે.
આગામી સ્ટેશન પાણીપત....